________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯૭ ]
એવું ધ્યાન કર, એવેા ઉપદેશ આપ અને એવું આચરણ કર કે જેથી ઘેાડા વખત પણું તુ આત્મારામાં ( સહજ સમાધિરૂપ નંદનવનમાં ) આનંદ-અનુભવ કરી શકે. એ જ તારા પરમધર્મ -પરમકત્તવ્ય સમજ.
૪૩. આ પ્રમાણે ગુરુશ્રીએ ઉપદેશેલું શ્રેષ્ઠ તત્ત્વ-સ્વરૂપ સમજીને હું મહાશય ! તેમાં તું પ્રબળ પ્રયત્ન કર કે જેથી કેવળલક્ષ્મી ( સર્વજ્ઞતા ) મેળવીને તું જયશેખર-આઠે કર્મ રૂપી શત્રુઓના સંપૂર્ણ જય કરનારા થઇ શકે. ( છેવટે પ્રકરણકારે જયશેખર શબ્દવડે સ્વનામનિર્દેશ કરેલા છે. )
સારાંશ કે આપણે સહુએ આત્મજ્ઞાન સંપાદન કરવા પૂરતુ લક્ષ રાખવુ જ જોઇએ.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૧પ.]
અહિંસા યાને દયાધમ .
જીવદયાપ્રતિપાલકપણાના દાવા કરનારા દરેકે દરેક જૈન તેમ જ જૈનેતરીએ, ગમે તેવી સ્થિતિમાં રહેલા હાય તે પણ તેમણે પ્રથમ અહિંસા યા દયાનુ સ્વરૂપ જાણવું જોઇએ. તત્સંબંધી યથાર્થ જ્ઞાન મેળવનાર જ તેનું યથાર્થ ભાવે સેવન કરી શકે છે, તેથી તેના અત્યુત્તમ લાભ લેવાના અથીજને એ આ વિષયને જેમ બને તેમ અધિક પરિચિત ( અભ્યસિત ) કરવા. હિંસાને ત્યાગ કરવા–હિંસાથી દૂર રહેવું અથવા હિંસા સંબંધી દ્વેષા લાગે એવાં દુષ્ટ કારણેા સમજીને દૂર તજવાં એનુ નામ અહિંસા યા યા કહેવાય છે. તેથી હિંસા