________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭ ] તું નાશી ન છૂટે એટલા માટે તારી ઉપર પૂરતી દેખરેખ રાખવા કુટુંબકબિલાદિક સનેહી સંબંધીઓના બહાને પહેરેગીરા મૂક્યા છે, તેમના ઉપર તું આટલો બધે મેહ-રાગ કેમ રાખે છે ?
૨૩. હે આમન્ ! તું આવું અંતરંગ કુટુંબ કર કે ધર્મ એ જ પિતા, કરુણ-દયા એ જ માતા, વિવેક એ જ ભ્રાતા ( ભાઈ ), ક્ષમા-સમતા એ જ પ્રિયા–સ્ત્રી અને જ્ઞાનદર્શનચારિત્રાદિક ગુણ એ જ સુપુત્ર.
૨૪. અતિ લાલનપાલન કરાયેલી ( ચિર–પરિચયવાળી ) કર્મપ્રકૃતિરૂપી સ્ત્રીએ હે જીવ ! તારામાં પુરુષાર્થ છતાં તને બંધનથી બાંધીને ચાર ગતિમાં ભમાડ્યો છે તેથી શું તને લેશમાત્ર પણ લજજા-શરમ આવતી નથી ?
૨૫. રે જીવ ! તું જાતે જ કામ કરે છે અને તે વડે તું ચાર ગતિમાં ભટકે છે. તેમ છતાં અરે આત્મવેરી ! તું અન્યને શા માટે દોષ આપે છે ?
ર૬. હે આત્મન્ ! તું એવું કામ કરે છે, એવા બાલ બેલે છે અને એવા વિચાર કરે છે કે જેથી તું અનેક કષ્ટમાં આવી પડે છે. આવી આપણા ઘરની ગુપ્ત વાત અન્યની આગળ કહી શકાય નહિ. ( એથી પોતાની જ જાંઘ ઊઘાડી થાય અને લેકમાં હાંસી થાય. આ પ્રમાણે અંતરાત્મા, બહિરાત્માને અથવા સુમતિ, કુમતિને વશ પડેલા પિતાના સ્વામી-ચેતનને કહે છે )
૨૭. હે ચેતન ! પાંચ ઇન્દ્રિરૂપી પ્રબળ શેર દુષ્ટ મનરૂપી યુવરાજને મળી જઈ, પાતપિતાના વિષયરસમાં આસક્ત - ૧૩