________________
[ ૧૯૪ ]
શ્રી રવિજયજી બની તારી મૂળ મૂડીરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિક સ્વાભાવિક સ્થિતિ–મર્યાદાને લેપે છે.
૨૮. તેઓએ વિવેકરૂપી હિતી મંત્રીને હણી નાખે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનું ધર્મચક ભેદીભાંગી નાંખ્યું, જ્ઞાન અને ક્રિયારૂપી ધન લૂંટી લીધું અને તેને પણ કુગતિરૂપ કૂવામાં નાંખી દીધો.
૨૯. આટલે બધો વખત તું મેહરૂપ નિદ્રાને વશ, મડદાલ જે પુરુષાર્થહીન બની ગયો હતો તે વાત, જે હવે તું ગુરુમહારાજનાં હિતવચનથી ખરેખર જાગે જ છે તે, શું નથી જાણતો ? જાણે છે જ.
૩૦. હે ચેતનરાય! તું લેકપ્રમાણુ અસંખ્ય પ્રદેશનો સ્વામી છે, તેમ જ અનંત જ્ઞાન અને વીર્ય-શક્તિવાળે છે, તો તું ધર્મ ધ્યાનરૂપ સિંહાસન ઉપર બેસીને સ્વરાજ્યસ્થિતિની ચિન્તા કર એટલે કે તું તારી મૂળ શક્તિને સંભારી, કાયરતા તજી, રાજ્યમર્યાદા સાચવ, સાવચેત થા.
૩૧. હવે જે તું જાગે છે-સ્વસ્વરૂપ સમજે છે તે છે આત્મરાજ ! તું તારું ચૈતન્ય–વીય ફેરવ, પ્રમાદ રહિત અને પ્રમત્ત થા. પછી જે કે દુષ્ટ મનરૂપી યુવરાજ કે મેહરાજાદિક કોણ તને રાજ્યભ્રષ્ટ કરી શકે છે ? પોતાનું રાજ્ય સંભાળવા સાવધ થયેલા એવા તને રાજ્યભ્રષ્ટ કરવાની કોનામાં તાકાત છે? કેઈનામાં નથી.
૩૨. હે ચેતન ! પુરુષાર્થસાધ્ય શિવનગર સ્વાધીન છતે આ સંસારરૂપ કારાગૃહમાં કેમ વસે છે? જેમાં તું જ્ઞાનમય