________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી વિલેપનવડે પોષણ મળ્યા છતાં આ શરીર પિતાના પોષક સ્વામીને છેહ દે છે, તેથી શ્વાન જેટલી પણ કૃતજ્ઞતા તેનામાં જણાતી નથી, તે પછી ક્યા નિમિત્તે તું તેના ઉપર મેહ-મમત્વ કરે છે.
૧૮. હે જીવ! અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને તે જે ધન ઉપાર્યું કે તે તને કણ માત્ર આપી અંતે અન્યના જ ભેગમાં આવે છે. ધનની મમતાથી તેને મેળવવા માટે તું અત્યંત મહેનત કરે છે અને કશું બચી શકતા નથી, જેથી તારા મૃત્યુ પછી કે પહેલાં તે બીજાના હાથમાં જાય છે. આ તારી કેવી મૂખોઈ ? તેને કંઈ વિચાર કરી ઉચિત લાગે તેમ કર.
૧૯. જેમ જેમ મેહ–અજ્ઞાનવશ તું ધન, ધાન્યાદિક પરિગ્રહ (મમત્વ) ઘણે કરતો જાય છે તેમ તેમ અધિક ભારથી ભરેલી નાવની જેમ આ ભવસાગરમાં તું જોતજોતામાં ડૂબી જાય છે. તારે ભવભયમાં ઘણું જ સંકટ વેઠવું પડશે, તેનો કંઈ વિચાર કર.
૨૦. શરીર અને મનની નિર્બળતાને લીધે જેને સ્વપ્નમાં પણ જે જોવા માત્રથી મનુષ્યનું વીર્ય હરી લે છે તે સ્ત્રીને તારી જીવલેણ વ્યાધિ જેવી સમજીને તું તેને તજી દે–તેનો સંગ તજ.
૨૧. હે મુગ્ધ જીવ! તું ચિત્તની શુદ્ધિ કરવા અભિલાષા રાખે છે, અને તેમ છતાં સ્ત્રીના હાવભાવાદિક વિષયરસમાં તું રક્ત બની જાય છે આ તે તારી કેવી મૂઢતા ? અરે ! ગળીથી મિશ્રિત કરેલા વસ્ત્રમાં વેતતા ટકી શકે ખરી? કદાપિ નહિ જ.
૨૨. હે જીવ! મેહરાજાએ તને નેહરૂપી બેડીઓ વડે જકડી બાંધીને સંસારરૂપી કારાગૃહમાં નાંખે છે અને તેમાંથી