________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯૧ ] ૧૧. સ્વસ્વરૂપનું જ ચિન્તવન કરવામાં તત્પર રહેતા મહાશયને કોઈ પીડા કરતું નથી અને કદાચ કોઈ કર્મચાગે પીડા કરે તે તેના ત્રણમાંથી પિતાને મુક્ત થયેલ માનીને આત્મજ્ઞાનીને દુ:ખ સમજાતું નથી.
૧૨. દુઃખની ખાણ જેવા ( ભયંકર) રાગદ્વેષે ચળાચળ ચિત્તમાં હોય છે. જેમ આલાનર્થભે બાંધેલો હાથી સ્થિર થાય છે તેમ અધ્યાત્માગવડે ચિત્ત પણ પોતાની સ્વાભાવિક ચપળતા તજી સ્થિર થઈ જાય છે.
૧૩. પ્રસન્ન કે અપ્રસન્ન આત્મા (ચિત્ત) જ મિત્ર કે અમિત્ર (દુશ્મન) છે. સ્વર્ગ કે નરક છે તેમ જ રાજા કે રંક પણ એ જ છે.
૧૪. આ જીવે (અનેક વાર) દેવની અને મનુષ્યોની ઋદ્ધિઓ પ્રાપ્ત કરી અને વિષયરસ પણ વારંવાર ભેગવ્યા, પરંતુ તેથી સંતોષ પાપે નહિ. સંતોષ વગર કયાંય પણ શાન્તિ વળે? નહિ જ.
૧૫. જેમ વાદળાવડે તેજસ્વી સૂર્ય પણ ઢંકાઈ જાય છે તેમ હે જીવ! તારી મેળે ઉત્પન્ન કરેલાં શરીર, ધન, સ્ત્રી અને કુટુંબનેહવડે તું પણ સત્તાએ (શક્તિરૂપે) કાલેકપ્રકાશક જ્યોતિરૂપ છતાં ઢંકાઈ જાય છે. એટલે સ્નેહજાળવડે તારી શક્તિ (પ્રભાવ) લુપ્તપ્રાય થઈ જાય છે તે તું જે.
૧૬. હે જીવ! આ તારો દેહ, વિવિધ વ્યાધિરૂપ સર્ષ અને વ્યાધિરૂપ વૈરીઓને વશ થવા છતાં તે તેના ઉપર મમત્વ કરીને શું લાભ મેળવવાને છે?
૧૭. ઉત્તમ જાતિનાં ભેજન, પાન, સ્નાન, શૃંગાર અને