________________
[ ૧૮૮]
શ્રી કપૂરવિજયજી પ્રકારના પ્રયત્નવિશેષથી દૂર થઈ શકે છે. જેમ હંસ પિતાની ચંચુવડે દૂધ તથા જળને સહજમાં જુદાં કરી શકે છે તેમ વિવેકવડે અંતરાત્મા આત્મતત્ત્વ સાથે લાગેલ જડ-કર્મને સહજમાં દૂર કરી પરમાત્મપણું પ્રગટ કરી શકે છે. જેમ જળપ્રયોગ વડે અગ્નિને શાંત કરી શકાય છે તેમ ક્ષમા–શાન્તિ-સમતાદિજનિત ભાવશીતલતાવડે રાગ, દ્વેષ અને મેહજનિત વિવિધ તાપને દૂર કરી આત્માને પરમ શીતળ કરી શકાય છે, પરંતુ જે મુગ્ધ જ અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય અને અગ્રતાદિક યોગે પિતાના આત્માને વિશેષ મલિન કરતા રહે છે તેઓ તો આ ભવસાગરમાં ખરેખર ડૂબે જ છે. તુંબડાને સ્વભાવ તરવાનો છે ખરો, પણ જે તેના ઉપર માટીના લેપ લગાવ્યા હોય તો તે જેમ જળમાં ડૂબી જાય છે તેમ આ આત્માઆશ્રયી સમજી લેવું. જે આત્માને અક્ષયસુખ સાથે જેડ જ હોય તો વિષયેલાલસા તજી, કષાયને કબજે કરી, આળસને પરિડરી, મદોન્માદ દૂર કરી, અને વિકથા કહો કે નકામી કુથલી કરવાનું છોડી દઈ, અપ્રમત્તપણે વીતરાગ પરમાત્માએ જગતના એકાન્ત કલ્યાણ માટે બતાવેલા સમ્યગજ્ઞાન-ક્રિયાયોગને આરાધ. જોઈએ. એથી જ જન્મ, જરા, મરણનાં અનંતા દુઃખનો અંત આવશે, અને અનંત અક્ષય અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત થશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૧૪. ]