________________
[ ૧૭ ]
શ્રી કપૂરવિજયજી ૧૭. માયાજાળમાં પડવું, પરવંચના કરવી એથી જ દુર્ગતિને ભય ઉભવે છે. ખાડો ખેદે તે જ પડે.
૧૮. પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય, સ્વપરકલ્યાણાથીએ સદા ય સેવવા ગ્ય છે.
૧૯. સઘળાં દુખ, લેભમાંથી જ પેદા થતાં હોવાથી લેભતૃષ્ણાને જ દુઃખરૂપ કહેલ છે.
૨૦. સમગ્ર સુખ સંતોષમાંથી જ, પેદા થતાં હોવાથી, સંતોષને જ સુખરૂપ કહેલ છે.
૨૧. સેમ્ય, શાન્ત પ્રકૃતિવાળી સુવિનીત (સદ્ગુરુને દરેક રીતે પ્રસન્ન કરનાર) શિષ્યને બહુ સારી બુદ્ધિ ઉપજે છે.
૨૨. ક્રોધી, કષાયી અને દુરાચારી સ્ત્રીપુરુષને અપજશ ચોતરફ ફેલાય છે.
ર૩. નિરાશાવાદી-હતાશા-નિરુદ્યમી જીવને નિર્ધનતા ભેટી પડે છે.
૨૪. સદુદ્યમી-પુરુષાર્થનંત જીવને દ્રવ્ય અને ભાવ લક્ષ્મી વરે છે–તે ધનાઢ્ય થાય છે, એટલું જ નહિ પણ સદ્ગણ બને છે અને પોતાના સમાગમમાં આવતા દરેક ભવ્યાત્માઓને દ્રવ્યભાવથી સુખી બનાવી શકે છે.
૨૫. જે કૃતઘ-વિશ્વાસઘાતી હોય તેને મિત્રે તજી જાય છે. ૨૬. અપ્રમત્ત ષિરાયને સઘળાં પાપ તજી જાય છે. ૨૭, શુષ્ક–જળ વગરનાં સરોવરોને હંસે તજી જાય છે.