________________
[ ૧૮૦ ]
શ્રી કરવિજયજી ૬૦. જે પરપૃહા-મમતા રહિત મહાત્મા હોય તેમને યથોચિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઓષધ, ભેષજ વિગેરે વસ્તુ અવશ્ય વહોરાવવી.
૬૧. માબાપ જેમ પુત્રને કેળવે તેમ ગુરુએ સ્વશિષ્યોને ખંતથી કેળવવા જોઈએ.
૬૨. આત્માથી ભક્તજનોએ ઈષ્ટદેવ અને ગુરુ ઉપર સરે પ્રેમ રાખવું જોઈએ.
૬૩. પશુમાં અજ્ઞાન અને અવિવેક હોવાથી મૂર્ણ તથા પશુને સરખા સમજવા.
૬૪. પગલે પગલે દુઃખ અને અપમાનાદિક સહન કરવાના હાવાથી નિધનને જીવતાં છતાં મરણ જેવું દુઃખ થાય છે.
૬૫. ધર્મકળા બીજી કળાઓને જીતી લે છે.
૬૯. ધર્મકથા બીજી કથાઓને જીતી લે છે-બધી કથામાં ધર્મકથા સર્વોપરી છે.
૬૭. ધર્મબળ બીજા બધાં બળને જીતી લે છે. બધાં બળ કરતાં ધર્મબળ શિરોમણિ છે
૬૮. ધર્મ( ક્ષમા અને સંતેષાદિક )થી પેદા થતું સુખ બીજા સુખથી ચઢિયાતું છે.
(સાત વ્યસને ) ( ૬૯. જૂગાર રમવામાં આસક્ત હોય તેના ધનને (નળરાજાની પેઠે) નાશ થાય છે.