________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૫ ] ઉપદેશ આપે, જ્ઞાનની તથા જ્ઞાની ગુરુની ભક્તિમાં તત્પર રહે તે મરણ પામીને બુદ્ધિશાળી થાય છે.
૧૯ તપસ્વી અને જ્ઞાની મહાશયનું અપમાન કરે અને જ્ઞાન ભણાવનારા તથા સાંભળનારાઓને અંતરાય કરે તે પોતાનાં વિપરીત વર્તનના ફળરૂપે ભવિષ્યમાં દુબુદ્ધિ થાય છે. ૨૦. પંખીનાં બચ્ચાંઓને જે વિહ-
વિગ પડાવતા નથી અને જીવ ઉપર દયા કરે છે તેનાં બાળક જીવતાં રહે છે.
૨૧. જે મૂઢ પારકાં છિદ્ર દીઠાં—અણદીઠાં પ્રકાશે છે તે અન્યને ઝંખવાણા પાડવામાં ઊજમાળ હોવાથી જન્માંધ થાય છે.
૨૨. જે લોકસમક્ષ અણસાંભળેલું કહે છે અને ધર્મવિરુદ્ધ પ્રરૂપણા કરે છે એવો ચાડીયે અને નિન્દક પરભવમાં બહેરો અને મૂંગે થાય છે.
૨૩. દહન, છેદન, ઘાતનાદિકવડે જીવને દુઃખ-ત્રાસ ઉપજાવનાર ભવિષ્યમાં બહુ રોગી થાય છે અને અન્યને અનેક રીતે સુખશાતા ઉપજાવનારો નરેગી થાય છે.
૨૪. જે અન્યને દ્રવ્યોપાર્જન કરતાં અંતરાય કરે કે ચોરલૂંટારાની જેમ પારકું દ્રવ્ય અપહરી લે છે તેવા પરદ્રવ્યનું અપહરણ કરનારો દુ:ખ-દારિદ્રને પ્રાપ્ત થાય છે.
૨૫. જે મધપુડાનો નાશ, અગ્નિદાહ અને સ્ત્રી પ્રમુખને વધ તથા કોમળ વનસ્પતિની વિરાધના કરે છે તે પોતાનાં દુષ્કૃવડે મરીને પરભવમાં કોઢીયે થાય છે.