________________
લેખ સંગ્રહ : ૫ :
| [ ૧૮૩ ] મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવે દેવ સંબંધી આયુષ્યકર્મબંધ એગ્ય પરિણામની વિશુદ્ધિવડે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
૫. મહાવ્રતધારી સાધુ સધર્મ દેવકથી માંડી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી, શ્રાવક અશ્રુત નામના બારમા દેવલોક સુધી અને સમકિત રહિત સાધુગ્ય ક્રિયા-તપ-સંયમના બળવડે રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
૬. જાતિસ્મરણજ્ઞાનાદિકવડે સમકિતાદિક ગુણધારી પંચેન્દ્રિય તિર્યંચ આઠમા સહસ્ત્રાર દેવેલેક સુધી અને પરિવ્રાજકો પાંચમાં બ્રહ્મદેવલાક સુધી તથા તાપસ તિષ્ક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
૭. અજ્ઞાનતપ-કષ્ટ કરનારા, ઉગ્ર રોષ રાખનારા, તપનો ગર્વ કરનારા અને વેરઝેર રાખનારા મરીને અસુરકુમારાદિક દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે.
૮. ગળાફાંસો ખાનારા, વિષભક્ષણ કરનારા, અગ્નિમાં અને જળમાં પેસી મરનારા તથા ક્ષુધા, તૃષાથી પીડાતા જીવે વ્યન્તર તરીકે ઉત્પન્ન થઈ શકે છે.
૯. માયા-કપટ વગરની, વિનય-નમ્રતાવાળી, સુશીલા, સંતોષી, ક્ષમાયુક્ત, સત્યની ટેકવાળી અને ચપળતા વગરની–સ્થિરતાવાળી સ્ત્રી મરીને પુરુષપણું પ્રાપ્ત કરી શકે છે.
૧૦. કૂડાં આળ ચઢાવનાર, જૂઠું બોલનાર, ચપળ સ્વભાવી, વગરવિચાર્યા કામ કરનાર અને અન્યને છેતરનાર પુરુષ ( મરીને ) સ્ત્રી પણ ઉત્પન્ન થાય છે.