________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૧ ] ૭૦. માંસભક્ષણ કરવામાં લાલુપી હોય તેના દયા-કરુણાદિક ધર્મનો નાશ થાય છે.
૭૧. મદિરાપાન(દારુ પીવા )નું વ્યસન સેવનારની યશકીર્તિને નાશ થાય છે. અને–
૭૨. વેશ્યાના ફંદમાં ફસેલા કમનશીબ મનુષ્યના કુળનો નાશ થાય છે.
૭૩. હિસા–શિકાર કરવામાં લુબ્ધ બનેલા કમનશીબ મનુષ્યનાં દાન, પુન્યનો નાશ થાય છે.
૭૪. ચોરી કરવાના વ્યસનમાં સપડાયેલ કમનશીબ મનુષ્યના શરીરને નાશ થાય છે.
૭૫. પરસ્ત્રીમાં લુબ્ધ બનેલા મૂઢની સર્વ વસ્તુનો નાશ થાય છે અને (રાજા રાવણની પેઠે ) અધમ ગતિ પ્રાપ્ત થાય છે.
૭૬. નિર્ધનને સુપાત્રમાં દાન દેવાનો પ્રસંગ મળ બહુ મુશ્કેલ છે.
૭૭. રાજા-નાયક-અધિકારી અવસ્થામાં ક્ષમા-ખાશ રાખવી બહુ મુશ્કેલ–દુષ્કર છે.
૭૮. સુખમાં ટેવાયેલા સુખશીલને ઈચ્છાનિરોધ કરમનને કાબુમાં રાખવું દુષ્કર છે.
૭૯. અને યુવાવસ્થામાં ઈન્દ્રિયોને લગામમાં રાખવી તે પણ અતિ દુષ્કર ( છતાં શક્ય ) છે.