________________
[ ૧૮૪ ]
શ્રી કરવિજયજી ૧૧. જે કૂર પરિણામી હેઈને ઘોડા, બળદ અને ભેંસ પ્રમુખને લિંગ-ઈન્દ્રિયછેદાદિક નિછન કર્મ કરે છે તેમજ અતિ આકરો મેહ-ઉન્માદ ધારે છે તે જીવ મરીને નપુંસકપણું પામે છે.
૧૨. નાના મોટા જીવની હિંસા કરવામાં રક્ત જે મૂઢ જીવ પરલોક( પાપાદિક )ને માનતો નથી તે અતિ મલિન કર્મ કરનારે માનવી અ૮૫ આયુષ્ય-ટૂંકું આવડું ભેગવે છે.
૧૩. શીલવ્રતધારી અને ક્ષમાવંત, દયા-અનુકંપાવાળા, મિષ્ટ-પ્રિય-હિત ભાષણ કરનારા અને જીવહિંસાથી નિવર્સેલા દીર્ધ-લાંબું આયુષ્ય ભોગવે છે.
૧૪. શય્યા, આસન, વસ્ત્ર, અન્ન, પાત્ર, ઔષધ અને પાણી જે કઈ પ્રસન્નપણે સાધુજનોને આપે છે તે વિધવિધ જાતની સામગ્રીને સ્વામી–ભેગી બને છે.
૧૫. જે નિજ વસ્તુનું દાન દેતો નથી, દીધેલું પાછું લઈ લે છે, દાતારને ધન દેતાં વારે છે અથવા અણગમતી વસ્તુ આપે છે તે વિવિધ ભેગસામગ્રીથી વંચિત રહે છે.
૧૬. પિતે ગુણ રહિત છતાં જે આપપ્રશંસા અને ગુણ વંતની નિંદા કરે છે તે મિથ્યાભિમાની અને દુઃખદાયક જીવ દુર્ભાગી બને છે-સહુને અનિષ્ટ–અપ્રિય થઈ પડે છે.
૧૭. જે દેવ, ગુરુનો ભક્ત, વિનયવંત, ક્ષમાયુક્ત, પ્રિયભાષી અને સર્વ જનનું હિત કરનાર હોય છે તે સુભાગી–સર્વ જનને ઈષ્ટ-પ્રિય-વલ્લભ બને છે.
૧૮. જે ભણે, સાંભળે, ચિન્તવે અને બીજાને ભણાવે તથા