SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૧૮૫ ] ઉપદેશ આપે, જ્ઞાનની તથા જ્ઞાની ગુરુની ભક્તિમાં તત્પર રહે તે મરણ પામીને બુદ્ધિશાળી થાય છે. ૧૯ તપસ્વી અને જ્ઞાની મહાશયનું અપમાન કરે અને જ્ઞાન ભણાવનારા તથા સાંભળનારાઓને અંતરાય કરે તે પોતાનાં વિપરીત વર્તનના ફળરૂપે ભવિષ્યમાં દુબુદ્ધિ થાય છે. ૨૦. પંખીનાં બચ્ચાંઓને જે વિહ- વિગ પડાવતા નથી અને જીવ ઉપર દયા કરે છે તેનાં બાળક જીવતાં રહે છે. ૨૧. જે મૂઢ પારકાં છિદ્ર દીઠાં—અણદીઠાં પ્રકાશે છે તે અન્યને ઝંખવાણા પાડવામાં ઊજમાળ હોવાથી જન્માંધ થાય છે. ૨૨. જે લોકસમક્ષ અણસાંભળેલું કહે છે અને ધર્મવિરુદ્ધ પ્રરૂપણા કરે છે એવો ચાડીયે અને નિન્દક પરભવમાં બહેરો અને મૂંગે થાય છે. ૨૩. દહન, છેદન, ઘાતનાદિકવડે જીવને દુઃખ-ત્રાસ ઉપજાવનાર ભવિષ્યમાં બહુ રોગી થાય છે અને અન્યને અનેક રીતે સુખશાતા ઉપજાવનારો નરેગી થાય છે. ૨૪. જે અન્યને દ્રવ્યોપાર્જન કરતાં અંતરાય કરે કે ચોરલૂંટારાની જેમ પારકું દ્રવ્ય અપહરી લે છે તેવા પરદ્રવ્યનું અપહરણ કરનારો દુ:ખ-દારિદ્રને પ્રાપ્ત થાય છે. ૨૫. જે મધપુડાનો નાશ, અગ્નિદાહ અને સ્ત્રી પ્રમુખને વધ તથા કોમળ વનસ્પતિની વિરાધના કરે છે તે પોતાનાં દુષ્કૃવડે મરીને પરભવમાં કોઢીયે થાય છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy