________________
ચરિત) દ્વાદશ
ચારણુ, ન
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજ્યજી (૧૨) દ્વાદશ ભાવના સાધુ યોગ્ય (૧૨) દ્વાદશ પડિમા; શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયનિરોધ, પંચવિંશતિ (૨૫) પ્રતિલેખના-૨૫ પડિલેહણા, ત્રણ ગુપ્તિઓ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહ-એ રીતે ૭૦ ભેદ કરણસિત્તરીના જાણવા. મૂળગુણવિષયક ચરણસિત્તરી તથા ઉત્તરગુણવિષયક કરણસિત્તરી જાણવી. આટલી વાત સંક્ષેપરુચિને માટે જણાવી છે. બાકી વિસ્તારના અથજનેએ ગ્રંથાતરથી યા ગુરુગમથી તે સંબંધી બધ મેળવે અને આત્માથીએ બની શકે તેટલું તેને અનુસરવા લક્ષ રાખવું.
[ અ. પ્ર. પુ. ૧૬ પૃ. ૧૩૯] શ્રી ગૌતમકુલકનાં સુવર્ણ વાક્ય. (સંક્ષેપરુચિ ઇવેને બેધ લેવા લાયક શિક્ષાવચનને સંગ્રહ)
૧. લોભી જન અર્થ-દ્રવ્ય ઉપાર્જન કરવામાં જ (સદા) લુબ્ધ-તત્પર રહે છે.
૨. મૂહ-અજ્ઞાન-મહાકુળ જને કામગ સેવવામાં જ મગ્ન રહે છે.
૩. પંડિત-ચતુર-વિવેકી જન ક્ષમા-ધર્મ સાચવવા અને વેર-વિરોધને સમાવી સુખશાંતિમાં જ તત્પર હોય છે.
૪. અને મિશ્ર જન ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું યથાયોગ્ય સેવન કરે છે.
૫. જ્ઞાની–વિવેકી તેજ કે જે વૈર-વિરોધ-કલેશ-કુસંપ ઈર્ષા–અદેખાઈથી દૂર રહે.