________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૭ ] ૨૮. કુપિત-રોષથી ભરાયેલ જીવને બુદ્ધિ તજી જાય છે. ૨૯ કોઈને અરુચતી-અણગમતી વાત કહેવી તે વિલાપ તુલ્ય છે.
૩૦. પ્રમાણુ-આધાર કે મેળ વગરની ઉપલકિયા વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે.
૩૧. મન સ્થિર ન હોય એવા વિëળ-વ્યાક્ષિપ્ત પ્રાણીને વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે.
૩૨. તેમ જ અવિનીત અથવા વિનીત શિષ્યને ગમે તેટલું કહેવું–સમજાવવું તે પણ તદ્દન નિરર્થક-નકામું અને કવચિત્ અનર્થક હોવાથી વિલાપ તુલ્ય છે.
૩૩. દુષ્ટ જુલમી નાયક(રાજાઓ કે અધિકારીઓ) પ્રજાને અયોગ્ય રીતે દંડવા તત્પર રહે છે.
૩૪. વિદ્યાધરો મંત્ર સાધવામાં તત્પર રહે છે.
૩૫-૩૬ મૂખ–અજ્ઞાની જનો ક્રોધ કષાય કરવા તત્પર રહે છે જ્યારે સંત-સાધુજને તવ–પરમાર્થ સાધવામાં જ તત્પર રહે છે.
૩૭. ક્ષમા, સમતા, અકષાય એ ઉગ્ર તપની શોભા છે. (ક્ષમાવડે જ તપ શોભે છે. )
૩૮. સમાધિ જોગ-સ્થિર મન, વચન અને કાયમ એ વૈરાગ્યની શોભા છે.
૩૯. નિર્મળ જ્ઞાન અને ધ્યાન એ ચારિત્રની શોભા છે. (તે વડે જ ચારિત્ર શેભે છે. )
૧૨