SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૧૭૭ ] ૨૮. કુપિત-રોષથી ભરાયેલ જીવને બુદ્ધિ તજી જાય છે. ૨૯ કોઈને અરુચતી-અણગમતી વાત કહેવી તે વિલાપ તુલ્ય છે. ૩૦. પ્રમાણુ-આધાર કે મેળ વગરની ઉપલકિયા વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે. ૩૧. મન સ્થિર ન હોય એવા વિëળ-વ્યાક્ષિપ્ત પ્રાણીને વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે. ૩૨. તેમ જ અવિનીત અથવા વિનીત શિષ્યને ગમે તેટલું કહેવું–સમજાવવું તે પણ તદ્દન નિરર્થક-નકામું અને કવચિત્ અનર્થક હોવાથી વિલાપ તુલ્ય છે. ૩૩. દુષ્ટ જુલમી નાયક(રાજાઓ કે અધિકારીઓ) પ્રજાને અયોગ્ય રીતે દંડવા તત્પર રહે છે. ૩૪. વિદ્યાધરો મંત્ર સાધવામાં તત્પર રહે છે. ૩૫-૩૬ મૂખ–અજ્ઞાની જનો ક્રોધ કષાય કરવા તત્પર રહે છે જ્યારે સંત-સાધુજને તવ–પરમાર્થ સાધવામાં જ તત્પર રહે છે. ૩૭. ક્ષમા, સમતા, અકષાય એ ઉગ્ર તપની શોભા છે. (ક્ષમાવડે જ તપ શોભે છે. ) ૩૮. સમાધિ જોગ-સ્થિર મન, વચન અને કાયમ એ વૈરાગ્યની શોભા છે. ૩૯. નિર્મળ જ્ઞાન અને ધ્યાન એ ચારિત્રની શોભા છે. (તે વડે જ ચારિત્ર શેભે છે. ) ૧૨
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy