SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૧૭૫ ] ૬. સંત-સુસાધુ તે જ કે જે શાસ્ત્ર-મર્યાદા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને અનુસરી ચાલે. ૭. સત્વ-શક્તિવંત તે જ કે જે સ્વ ઉચિત કર્તવ્યધર્મ– (Duty) થી ન ચૂકે. ૮. ખરા નિઃસ્વાર્થ બંધુ તે જ કે જે કષ્ટ વખતે પડખે ઊભા રહીને સહાય કરે. ૯ કોધ–કષાયથી અંધ બની ગયેલા જીવ સુખ-શાંતિ મેળવી શકે નહિ. ૧૦. મિથ્યાભિમાનને વશ થયેલા જીવો અંતે શક-સંતાપને જ પામે. ૧૧. કપટી માણસોને પારકી તાબેદારી, એશીયાળી યા ખુશામત જ કરવી પડે. ૧૨. અતિલોભી અને લાલચુ જેવો (કમતે મરી) નીચી - નરકગતિમાં જાય. ૧૩. કોધ–કષાય જીવને ભવભવ સંતાપે છે તેથી એ જ ઉગ્ર હલાહલ વિષ છે. ૧૪. ભવ્યાત્માને ભવોભવમાં સુખશાન્તિ કરે છે તેથી અહિંસા (દયા) જ ખરું અમૃત છે. ૧૫. કટ્ટો દુશમન દુઃખ આપી ન શકે એવું દુઃખ અભિમાન આપે છે તેથી અભિમાન જ ખરો શત્રુ છે. ૧૬. ગમે તેવા સંકટમાંથી છોડાવી ઉદ્યમ સુખ સાથે ભેટાડે છે તેથી ઉદ્યમ જ ખરો મિત્ર છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy