________________
[ ૧૨૦ ]
શ્રી કપૂરવિજયજી ચૂંટી કાઢેલાં સાર હિતવચનો. ૧. ઉત્તમ (અવિકારી–પવિત્ર) મન શરીરને પણ ઉત્તમ બનાવે છે.
૨. વીરતા-સાવધાનતા–નીડરતા-એ એક જાતની હિતૈષધિ છે.
૩. ક્રોધ-રોષ કરવાથી મોઢામાંના ઘૂંકમાં રહેલા રસાયણિક તત્ત્વમાં ફેરફાર થઈને તેનું વિષ-ઝેર બની જાય છે. ખરે પ્રસંગે મનની શાંતિ જાળવી રાખવામાં કેટલો બધો ફાયદો છે? એ ઉપલી હકીકતથી સ્પષ્ટ થાય છે. જેનું મન સ્થિરપ્રશાંત રહે છે તે ચિંતા ને દુઃખ ઉપર વિજય મેળવે છે.
૪. ભય અશક્ત માણસને મારી નાંખે છે જ્યારે હિંમત એ શક્તિ આપનાર ઔષધિ છે, આ વાત ઘણાઓને અનુભવ સિદ્ધ હોવા સંભવ છે.
૫. આભમાન–પ્રતિષ્ટાહાનિને માટે આખો ચહેરો શાકનાં ચિહ્ન ધારણ કરે છે. દુવિચાર મુખાવિંદને પણ કદરૂપું બનાવે છે.
૬. હદયને આકસ્મિક પ્રહાર થવાથી આરોગ્ય અને સ્વાથ્યને નાશ થાય છે.
૭. આપણે આરોગ્ય અને સ્વાથ્યનું ઉચ્ચ લક્ષ્ય નિત્ય આપણું મન:ચક્ષુઓ સમક્ષ રાખવું જોઈએ.
૮. ઉન્નત પવિત્ર અને બળવાન મન શરીરને પણ તેવું જ બનાવે છે.
૯. પવિત્ર વિચાર, વાણી અને આચારના પરિશીલનથી આપણે વધુમાં વધુ પવિત્ર બની શકીએ છીએ.