________________
[ ૧૬૪]
શ્રી કપૂરવિજયજી રોગી તથા નિરોગી થવાનાં કારણ સમજી, નિરોગી જીવન ગુજારવાનું આપણા ભાઈબહેનો ક્યારે શીખશે?
પ્રકૃતિ વિરુદ્ધ આહારવિહારાદિકનું સેવન કરવાથી કે પ્રકૃતિ વિરુદ્ધ વર્તન કરવાથી શરીરનું આરોગ્ય લથડે છેબગડે છે અને પ્રકૃતિને અનુકૂળ ખાનપાન, વિહારાદિક સેવન કરવાથી કે અનુકૂળ વર્તન કરવાથી શરીરનું આરોગ્ય સચવાય છે અને વધે છે. શરીર, ઈન્દ્રિય કે મન સહન કરી શકે એટલી અનુકૂળ કાર્યપ્રવૃત્તિ સેવવાથી શરીરાદિકની સુખાકારી જળવાઈ રહે છે–તેમાં પ્રાય: કશી ખલના થતી નથી, પરંતુ તે દરેકને જરૂરગી પ્રવૃત્તિ તજી શૂન્ય આળસુ થઈ રહેવાથી અથવા પ્રમાણાતીત-ગજા ઉપરાંત કાર્ય પ્રવૃત્તિ સેવવાથી પ્રથમ પ્રાપ્ત થયેલી સુખાકારી (આરોગ્ય) ગુમાવી દેવાય છે અને દુઃખદાયક અનારોગ્ય પેદા થાય છે. શરીરાદિકને જરૂરનાં સ્વચ્છ હવા-પાણીનું સેવન કરવાથી તેમ જ પુષ્કળ સૂર્યપ્રકાશ જેમાં આવી શકે એવા સ્થળમાં વાસ કરવાથી શરીર આરોગ્ય સુખપૂર્વક સચવાય છે અને તેની ઉપેક્ષા કરવાથી શરીરનું આરોગ્ય લથડે છે, જે પાછું પ્રાપ્ત કરવું મુશ્કેલ પડે છે. પ્રકૃતિને અનુકૂળ, પરિમિત, સુખે પચી શકે એવું હલકું અને સાત્વિક ખાનપાન નિયમિત વખતે રુચિપૂર્વક લેતાં સ્વચ્છતાને નિયમ સાચવીને ચાલતાં પ્રાપ્ત થતી શક્તિનો કલ્યાણ માર્ગો સદુપયોગ કરવામાં આવે તો તેથી શરીરનું આરોગ્ય સારી રીતે જળવાઈ રહે છે એટલું જ નહિ પણ એથી ધાર્યું કામ પાર પાડી શકાય છે. એથી ઊલટા પ્રકૃતિ વિરુદ્ધ, અપરિમિત (માપ વગર), ભારે, રે, તેમજ તમે ગુણ વધારે એવાં મલિન ખાનપાન કરવાથી,