________________
[ ૧૬૨ ]
શ્રી કરવિજયજી નથી, પણ તેઓ આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ જ વસ્તુની ન્યૂનતા અવશ્ય પામે છે એટલું જ નહિ પણ પરની લઘુતા અને આપણ નકામી બડાઈ કરવાથી ભવિષ્યમાં ભારે વિટંબના થવા પામે છે. જે શુભ સામગ્રીવડે સુકૃત કરણી કરી ભવિષ્ય સુધારી શકાય છે તે પિતાની જ મૂર્ખાઈથી હારી જઈ ફરી પાછી તથા પ્રકારની સુકૃત કરણ કર્યા વગર શુભ સામગ્રી પામી શકતા નથી, એમ સમજી શાણા માણસોએ તે પ્રસંગે ફળથી ભરેલા આંબાની જેમ અધિક નમ્રતા જ ધારવી ઉચિત છે.
[ આ. પ્ર. પુ ૧૬, પૃ. ૩૧૪ ]
કથની કથવા માત્રથી શું વળવાનું છે? રહેણીએ
રહેવાથી જ સિદ્ધિ છે. રૂડી રહેણીકરણ વગર કેવળ લેકરંજનાથે કથની કરવી નકામી છે, કેમકે તેથી કંઈ વળતું નથી. તેવી લુખી કથનીની કશી સારી અસર શ્રોતા ઉપર ભાગ્યે જ થવા પામે છે. વધારામાં તે તે વખતે તેવી લુખી કથની કરનારા વાયડામાં ખપે છે, તેથી જ જ્ઞાની પુરુષે પ્રથમ પિતાની જ જાતને સુધારી લેવા ભારપૂર્વક કહે છે, કેમકે તેથી જ પિતાને તેમ જ પરને લાભ થઈ શકે છે. જેની રહેણુકરણ રૂડી હોય છે તેનાં વચનને પ્રભાવ બીજા ઉપર સારે પડી શકે છે. વખતે તે મૌન ધારણ કરે છે, તે પણ તેનું રૂડું ચારિત્ર-આચરણ દેખી લેકે તેનું અનુકરણ કરતાં શીખે છે. તેથી જ શ્રીમદ હેમચંદ્રસૂરીશ્વર જેવા સમર્થ પુરુષે ઠીક જ કહ્યું છે કે-જે કે અન્ય જનેને કરી શિખામણ દેવામાં જ ચતુર હોય તેમને માણસની