________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૭ ] કરવામાં આવે છે. આ રીતની ક્રિયાજડતાથી આત્માનું કંઈ વાસ્તવિક હિત થવા પામતું નથી; તેથી જ તેવી તુચ્છ ક્રિયા કેવળ અ૫ ફળવાળી જાણીને તજવા અને ઉપરોક્ત તહેતુ અને અમૃત ક્રિયા વિશિષ્ટ ફળદાયિકા જાણીને આદરવા પરમપુરુષોએ ઉપદેશ્ય છે.
જે આત્મા તરફ લક્ષ રાખી, આત્માને જ નિર્મળ (કમરહિત) કરવા, રાગ, દ્વેષ અને મહાદિક બંધનથી મુક્ત કરવા એટલે જન્મ, જરા, મરણાદિક અનંત દુ:ખમાંથી છુટકારો કરવા અવંચક
ગથી શાસ્ત્રોક્ત ક્રિયા કરવામાં આવે તે જ સાચી હિતકારી કરણી હોવાથી તેનું ફળ પણ શાસ્ત્રોક્ત સાચું હિત–શ્રેય-કલ્યાણ કરનારું થવા પામે છે.
પરમામદશાને પ્રાપ્ત થયેલા વીતરાગ પ્રભુની એકાન્ત હિતવાણ જેમને અંતરમાં રુચી હોય તે ગમે તે રાજા, પ્રધાન, શેઠ, શાહકાર કે રંક સેવક હોય, શ્રીમંત કે નિધન હોય, પંડિત કે અપંડિત હોય, સુખ કે દુ:ખી હોય, પુરુષ કે સ્ત્રી હાય, દેવ, દાનવ, માનવ કે તિર્યંચ હોય તે સરલ સ્વભાવે મન, વચન, કાયાની શુદ્ધિથી પોતપોતાની યોગ્યતાનુસારે શાસ્ત્રોક્ત કરણ કરવા પ્રયત્ન કરે છે અને રાગદ્વેષાદિક બંધન દૂર કરીને અંતે પરમપદ પ્રાપ્ત કરી શકે છે.
આનો ફલિતાર્થ એ છે કે સત્ય સુખના અથી દરેક ભવ્યાતમાએ પ્રથમ તે ચિન્તામણિરત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ૨૧ ગુણોનો અભ્યાસ કરે જોઈએ. ઉત્તમ પ્રકારની મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા યા માધ્યય્યરૂપ ભાવનાચતુષ્ટયનું સદા ય સેવન કરવું જોઈએ.