________________
[ ૧૬૬ ]
શ્રી કર્ખરવિજયજી કરે ખાસ જરૂર છે. પોતાના, પોતાની પ્રજાના, કુટુંબના, જ્ઞાતિના, સમાજના, તેમ જ દેશના હિત-શ્રેય-કલ્યાણાર્થે દરેક હાનિકારક રીતરિવાજ તજવા અને લાભદાયક રીતરિવાજ આદરવાની ખાસ જરૂર છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૯૮.
અવંચક યોગથી યિાઅવંચકતા અને ક્રિયાઅવંચતાથી અવંચક ફળપ્રાપ્તિ અવશ્ય થાય છે.
અવંચક યોગ એટલે કપટ વગરનાં સરલતાવાળા મન, વચન, કાયા અથવા વિચાર, વાણી અને વર્તન, શાસ્ત્ર અવિરુદ્ધ વિચાર, વચન-ઉચ્ચાર તેમ જ તેવું જ આચરણ આપમતિવાળું– સ્વછંદતાભર્યું કશું જ નહિ, પણ શુદ્ધ અંત:કરણદ્વારા પ્રેરિત અથવા શાસ્ત્રસાપેક્ષતાવાળું બધું કરવાનું હોય છે. જેવું મનમાં ( વિચારમાં) તેવું જ વાણીમાં અને તેવું જ વર્તનમાં હોય એટલે સરલ-અકુટિલ મન, વચન, કાયાનું પ્રવર્તન–આવા પ્રકારનાં સરલ-અવિરુદ્ધ મન, વચન, કાયાના પ્રવર્તનથી જે ક્રિયા-કરણ કરાય તે કિયા-કરણ પણ અવંચક એટલે સાચી–હિતકારીકલ્યાણ કરનારી સમજવી. એ ક્રિયા-કરણી આત્માનું બગાડનારી નહિ પણ સુધારનારી, સદ્ગતિદાયિકા કે પરમાનંદપ્રાપિકા થઈ શકે છે. એવી ક્રિયા તે તહેતુ અને અમૃત ક્રિયા કહેવાય છે. બાકીની બીજી વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાન ક્રિયા કેવળ આ લેકના સુખને માટે કે પરલકના દેવાદિકના સુખને માટે કે એક બીજાની દેખાદેખીથી ગતાનુગતિકપણે તે તે ક્રિયા તેનાં ફળ પ્રજનાદિક સમજ્યા વગર કે સમજવાની દરકાર કર્યા વગર જ