________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૧ ] ૩. વળી તે દશ ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે વશ પ્રકારના થાય છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પ્રત્યેક વનસ્પતિના ભળવાથી એકેન્દ્રિયના એકંદર બાવીશ ભેદો થાય છે. વળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ત્રણ પર્યાપ્તા અને અપર્યાપ્ત મળીને છ પ્રકારના હોઈ શકે છે.
૪. જલચર, થલચર, ખેચર, ઉર પરિસર્ષ અને ભુજ પરિસર્પ, એ પાંચે સંસી અને અસંશી હાઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના દશ ભેદ થાય છે. તે દશના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવડે વિશ પ્રકાર થાય છે. એ રીતે તિર્યંચ ગતિના બધા મળીને અડતાલીશ ભેદ થાય છે.
૫. સુવિશાલ એવી પંદર કર્મભૂમિના તથા સુખકરી એવી ત્રિીશ અકર્મભૂમિના અને છપ્પન્ન અંતર્દી પના–એ બધા મળીને એકસો ને એક મનુષ્યના સ્થાન-ભેદ છે.
૬. તેમાં ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા અને અપર્યાપ્તા હોઈ બસે બે ભેદ, તથા તેમના વમન, પિત્તાદિક અશુચિમાં ઉત્પન્ન થતા અપર્યાપ્તા અસંજ્ઞી (સંમૂછિમ) મનુષ્ય પંચેન્દ્રિય ૧૦૧ ભેદે હોય છે એટલે એ બધા મળીને મનુષ્યના ત્રણસો ત્રણ ભેદ થાય છે.
૭. ભુવનપતિની દશ નિકાના દશ ભેદ, પરમાધામીના પંદર ભેદ, તિર્યકર્જુભક દેવના દશ ભેદ, વ્યંતર–વાણવ્યંતરના સોળ ભેદ, ચર–ચાલતા અને સ્થિર એવા (અઢી દ્વીપ સમુદ્ર અંતર્ગત અને તે બહારના) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના દશ ભેદ.
૮. કિબિષ દેવના ત્રણ ભેદ, વૈમાનિકના બાર ભેદ, નવ