________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૫ ] અનિયમિત રીતે રુચિ વગર લેવાથી અનેક વાર આરોગ્ય બગડે છે, જેને પરિણામે મન ઢીલું પડી જતાં કશું ધારેલું કામ પાર પડી શકતું નથી. એક બીજાએ બેટેલાં-એઠાં કરેલાં, સડેલાં કે કહેલાં ખાનપાન કરવાથી શરીરમાં અનેક પ્રકારના રોગવ્યાધિઓ પેદા થાય છે. પ્રથમનું ખાધેલું કે પીધેલું પચે નહિ ત્યાં સુધી બીજું કશું ખાવું પીવું જોઈએ નહિ. પ્રથમનું પચ્યા પહેલાં કરેલું ખાનપાન ઘણું નુકસાન કરે છે.
ખરી તૃષા લાગે ત્યારે જ જળપાન કરવું અને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું ગુણકારી થાય છે. તૃષા લાગે ત્યારે ભેજન અને ભૂખ લાગે ત્યારે જળપાન કરવું એ લાભને બદલે નુકસાન કરે છે. તાપમાં તપીને આવેલને તરત ઠંડું ખાવું કે પીવું નુકસાનકારક છે. ઠંડા જળથી સ્નાન કરેલને ગરમ ખાનપાન અને ગરમ જળથી સ્નાન કરેલને ઠંડું ખાનપાન તરત કરવું હાનિકારક છે પ્રકૃતિને બગાડનાર છે.
દૂધ જેવી પ્રવાહી વસ્તુને પણ કઠણ વસ્તુની જેમ ચાવી ચાવીને ગળે ઉતારવી અને કઠણ વસ્તુને પુષ્કળ ચાવી ચાવીને રસરૂપ કરીને પછી જ ગળે ઉતારવી, જેથી જઠર ઉપર બોજો થાય નહિ. - શરીરનું આરોગ્ય સાચવી રાખવા શુદ્ધ હવા, પાણી તથા પ્રકાશની ખાસ જરૂર છે. તેવા જ સ્થાનમાં રહેવાનું પસંદ કરવું કે જ્યાંનાં હવા, પાણી અશુદ્ધ થયેલાં ન હોય તેમ જ સૂર્યાદિકને પ્રકાશ પૂરતા પ્રમાણમાં આવી શકતો હોય, જેથી ચૈતન્યમાં સહજ જાગૃતિ રહે. વિચાર, વાણું અને આચારની પવિત્રતા કહે કે મન, વચન, કાયાની નિર્મળતા સાચવવારૂપ બ્રહ્મચર્ય પાળવાવડે સ્વવીર્યનું રક્ષણ કરી તેને કાળજીથી સદુપયોગ