________________
[ ૧૬૦ ]
શ્રી કપૂરવિજયજી
એવાં અવળાં આચરણ જાણીબૂજીને કરવાના વખત ન જ આવે અને ફ્રી ફ્રી ખાટી ખાટી દલભરી મારીી માગવી ન જ પડે.
આજ સુધીમાં જે જે ધર્મકરણી આત્મલક્ષ વગર કેવળ ગતાનુગતિકપણે અથવા પ્રગટ કે પરાક્ષ પાલિક સુખનીઆશાથી કરી હાય તેને માટે મનમાં પસ્તાવેા કરેા. હવે પછી આપણી ચેાગ્યતા પ્રમાણે જે જે ધર્મકરણી કરવામાં આવે તે તે આત્મલક્ષથી જ કરવી, એટલે પ્રથમ તા આપણે ચિન્તામણિ રત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે આપણામાં પરદેાષાપેક્ષારૂપ ગંભી રતા, પંચેંદ્રિય પટુતા, દયા, લજ્જા, સામ્યતા, લેાકપ્રિયતા, કામળતા, પાપભીરુતા, અશતા, દાક્ષિણ્યતા, મધ્યસ્થતા, ગુણાનુરાગિતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ઘદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરોપકારિતા અને ચંચળતા સાથે કાર્યદક્ષતા જેવા સદ્ગુણ્ણાનું જરૂર સેવન કરવુ જોઇએ. ત્યારપછી અતિ દુર્લભ સમ્યકૃત્વરન પામવા માટે ઉત્તમ ગુરુના સમાગમ કરી યથાર્થ તત્ત્વની સમજ સાથે શ્રદ્ધા કરવી જોઇએ. પ્રાણાન્તે પણ તત્ત્વમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ સેવવું ન જોઈએ. ન્યાય—નીતિ-પ્રામાણિકતાદિક માર્ગાનુસારીપણુ મક્કમ મને આદરવું અને અન્યાય-અનીતિ-અપ્રમાણિકતાભરી લાલચેાને લાત મારવી જોઇએ. તેમ જ સદ્ગુણી સજ્જનસ્વભાવી સાધી બંધુએ પ્રત્યે અવિહડ પ્રેમ રાખવા જોઇએ અને તેમને માટે પૂરતા પ્રયત્ન કરવા જોઇએ. નિર્મળ જ્ઞાન-વૈરાગ્યયેાગે અનુક્રમે હૃદય એટલું બધું વિશાળ બનાવવું જોઇએ કે આખી દુનિયા સ્વકુટુંબરૂપ જ જણાય. પરમ પવિત્ર પ્રભુના શાસનની પ્રભાવના કહા કે ઉન્નતિ તે આવી જ રીતે થઇ શકશે. કિ બહુના ? [ . પ્ર. પુ, ૧૬, પૃ. ૩૧૩ ]