________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી રતિલાલ–વિવિધ દુઃખ (તા૫) સહન કરવાથી સુવર્ણની પેઠે જીવાત્માની શુદ્ધિ થાય ખરી કે નહિ? 1. સુમતિ–પ્રથમ કરેલાં પાપાચરણવડે સંચેલા કર્મને ઉદય વખતે પ્રાપ્ત થતાં વિવિધ દુ:ખોને સમભાવે (હાયય કર્યા વગર-અદનપણે) સહન કરી લેવાય, તો તેથી અવશ્ય આત્માની શુદ્ધિ થઈ શકે. અન્યથા (હાય કરી ખેદ દીનતાદિક દાખવવાથી) તે તે ઉદય આવેલાં કર્મનાં ફળ ભગવતી વખતે ફરી પાછાં એવાં જ માઠાં–અશુભ નવાં કર્મ બંધાય છે.
રતિલાલ–શું કરવાથી શુભ પુન્યબંધ થાય અને શું કરવાથી અશુભ પાપબંધ થયા કરે ? છે. સુમતિ-કરુણાદ્ધ હૃદયથી અન્ય જીવોનું હિત કરવા તન, મન, વચન કે ધનનો સદુપયેાગ (પરોપકાર) કરવાથી પુન્યબંધ થાય છે, અને ઉક્ત હિતમાર્ગની ઉપેક્ષા કરી કઠોરતાથી અહિતમાર્ગમાં જ તેને દુરુપયેગ (ગેરઉપયોગ) કરવાથી પાપબંધ થાય છે. - રતિલાલ–અહીંયા પ્રગટ સુખદુઃખ વેદતાં જણાય છે તે જ પૂર્વ સંચેલા શુભાશુભ(પુન્ય-પાપ)નું ફળ પૂરતું છે કે એ ઉપરાંત ભવિષ્યમાં પણ અનેરાં સુખદુઃખ જીવને દવાનો પ્રસંગ બીજે ક્યાંય મળે છે? ' સુમતિ–અહીંયા જે જે સુખ અનુભવાતાં જણાય છે તેથી અસંખ્યગણ સુખ સ્વર્ગવાસી દેવોના ભાવમાં હોય છે, તેથી પણ અનંતગણ સુખ મેક્ષમાં વર્ણવેલા છે. વળી દુઃખ પણ અહીં કરતાં નરક નિગોદમાં અનંતગણું જાણું પ્રાણીએ ચેતવું જોઈએ.
[આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૨૧૫]