________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૭] સુમતિ–દુ:ખીવર્ગ પ્રત્યે ખરી દિલસોજીભર્યા વર્તનથી તેનાં ઘણું દુઃખ શમી જઈ શાંત થઈ શકે અથવા તો તે કમી અવશ્ય થઈ શકે. ખરી દિલસોજી બતાવનારને તે ચોક્કસ અગણિત લાભ થાય છે.
રતિલાલકેવા આચરણ કરવાથી ખરી દિલસોજી બતાવી કહેવાય કે જેથી દુઃખીવર્ગનાં દુઃખ ઉપશમે કે દૂર થવા પામે?
સુમતિ–હિતકારી પુણ્યમાર્ગનાં પ્રોત્સાહક વિચાર, મધુર સાત્ત્વિક વચન (ઉપદેશ), જાતે કષ્ટ સહન કરીને અથવા સ્વાર્થ તજીને પરોપકાર કરવા પ્રવૃત્તિ સેવવાથી આપણે દુઃખીવર્ગ પ્રત્યે ખરી દિલસોજી બતાવી તેમનાં દુઃખે ઉપશમાવી અથવા કમી કરી શકીએ.
રતિલાલ–જીવને અનેક પ્રકારનાં દુઃખ શાથી સહેવાં પડે છે ?
સુમતિ-છતી શક્તિએ અથવા છતી સામગ્રીએ સ્વપરહિતસાધક પ્રવૃત્તિ નહિં કરવાથી, તેની ઉપેક્ષા કરી, અહિત માર્ગનું ( પાપનું ) સેવન કરવાથી, હિતમાર્ગનું સેવન કરનારને અંતરાય ( વિધ્ર ) કરવાથી, અને અહિતમાર્ગને ઉત્તેજન આપવાથી, હિતસ્વી જનેની અથવા કેઈના પુન્યકાર્યની નિંદા-અવગણના-હાંસી–મશ્કરી કરવાથી, તથા પાપી જનની કે તેમનાં પાપકાર્યોની બેટી પ્રશંસા કરવાથી જીવને પિતાના પરિણામ પ્રમાણે માઠાં-અશુભ કર્મ બંધાય છે, જેથી તેને વિવિધ દુઃખ સહેવાં પડે છે અને તેને આરે જલદી આવતો નથી.