________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૧ ] લઘુતા ત્યાં પ્રભુતા, નમે તે પ્રભુને ગમે,
નમ્રતામાં જ મોટાઈ. મગરૂરીથી રાવણ અને દુર્યોધન જેવા પતિએની ભારે ખુવારી થવા પામી છે અને નમ્રતા દાખવવાથી અનેક ભવ્યાત્માએને ઉદ્ધાર થયે છે એ વાત એટલી બધી પ્રસિદ્ધ અને ચોક્કસ છે કે તે માટે વધારે પુરાવાની જરૂર રહેતી નથી. તેમ છતાં શ્રીમત્ ચિદાનંદજી મહારાજે જે એક અદ્ભુત પદ તે બાબત રચ્યું છે તે મનન કરવા એગ્ય હોવાથી તેને અત્રે ઉલ્લેખ કરે ઉચિત ધાર્યો છે. લઘુતા મેરે મન માની, લહી ગુરૂગમ જ્ઞાન નિશાની; મદ અષ્ટ જિનુને ધારે તે દુરગતિ ગયે બિચારે-લઘુતા દેખે જગતમેં પ્રાની, દુ:ખ લહત અધિક અભિમાની.
ઈત્યાદિક બોધદાયક પદમાંથી ચતુરજનેએ લેવા ગ્ય સાર એ છે કે કોઈ પણ વસ્તુ ગમે તેવી એકબીજાથી સારી ચઢિયાતી સાંપડી હોય તે પણ તેને ભૂલેચકે ગર્વ કરે નહિ, પરંતુ પૂર્વે કરેલાં સુકૃતયેગે જ વસ્તુ પ્રાપ્ત થયેલી જાણી, જ્ઞાનીનાં વચન સાચાં માની, ગુણાધિક તરફ નમ્રતા ધારી, વિશેષ સાવધાનીપૂર્વક સુકૃત કમાણું કરવા લક્ષ રાખ્યા કરવું. તેને સમયે ફુલાઈ જઈ, મન્મત્ત બની, જ્ઞાનીનાં હિતકારી વચનેને. અનાદર કરી, વેચ્છાચારી બનવું નહિં. જે કોઈ અજ્ઞાનવશ જાતિમદ, કુળમદ, રૂપમદ, લાભમદ, ઐશ્વર્ય મદ, તપમદ, બુદ્ધિદ અને બળમદ કરે છે તેમને તેથી કશો લાભ મળતો
૧૧