________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૯ ] વીતરાગ શાસનની રક્ષા અને પ્રભાવના આપણાથી
શી રીતે થઈ શકે ? વહાલા બંધુઓ અને બહેને!
આપ સહુને નમ્રપણે નિવેદન કરવાનું કે આપણા પૂજ્ય પિતા તુલ્ય શ્રી મહાવીર પ્રભુએ આપણા સહુના એકાન્ત હિતને માટે પોતે પુરુષાર્થ વડે અઘાર તપસ્યા સાથે અનેક વિષમ ઉપસર્ગો તથા પરિષહ અદીન પણે સહન કરી, નિર્મળ લેક્યા–ધ્યાન–અધ્યવસાયયોગે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-શક્તિ પોતામાંથી જ પ્રગટ કરી, એવી જ આત્મસંપદા પ્રગટ કરવાનો ઉત્તમ ઉપાય પોતાના જ જ્વલંત દૃષ્ટાન્તથી આપણને ઉત્તમ રીતે સિદ્ધ કરી બતાવ્યો છે, એટલું જ નહિ પણ સહુ કોઈને અધિકારી પરત્વે જે સાધનમાર્ગ બતાવે છે તે બધાં સાધનમાં મુખ્યપણે જેમ બને તેમ સ્વછંદતા કહો કે પ્રમાદાચરણ તજીને ઉદ્ધત અશ્વસમાન મન-ઇન્દ્રિયને દમી-કબજે કરી ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષવડે ક્રોધાદિક ચારે કષાયને નિગ્રહ કરી, ઉદાર અહિંસાદિક આચરણવડે હિંસાદિક પાપસ્થાનકેને પરિહાર કરી, આપણાં વિચાર, વાણું અને આચારને શુદ્ધ, પવિત્ર, અવિકારી બનાવવાના સતત અભ્યાસવડે વીતરાગદશા પ્રાપ્ત કરવા(પ્રગટ કરવા)નું જ સાધ્ય-લક્ષ રાખવાનું સૂચવેલું છે. તે અગત્યના મુદ્દાની વાત થોડી વાર આંખો મીચી શાંત રીતે વિચારી જોતાં તમને સત્ય પરમાર્થરૂપ લાગતી જ હોય તો અત્યાર સુધી એથી અવળું આચરણ કર્યું હોય યા કરાવ્યું હોય તેને માટે નિષ્કપટપણે પરમાત્મા પ્રભુ પાસે માફી એવા ભાવે માગે કે ફરી પાછાં