________________
[ ૧૫૬ ]
શ્રી કપૂરવિજયજી શ્રાવક થયા. તેને અગ્નિમિત્રા નામની ભાર્યા અને ત્રણ કોડ સોનામહની ત્રાદ્ધિ હતી. ૮.
રાજગૃહી નગરીમાં શતક નામે શ્રાવક, આઠ ગોકુલ અને વીશ કોડ સોનામહોરના સ્વામી થયા. તેને તે સ્ત્રીઓ હતી. તેમાં રેવતી નામની સ્ત્રી આઠ ક્રોડ અને બાકીની એકેક કોડ સોનામહેર લાવી હતી. ૯. - શ્રાવતી નગરીમાં નંદનીપ્રિય શ્રાવક થયા. તેને અશ્વિની નામે સ્ત્રી અને આણંદ શ્રાવક સમાન સમૃદ્ધિ હતી. ૧૦.
સાવથ્થી (શ્રાવસ્તી) નગરીનો વાસી જે લાતકપ્રિય નામે પરમ શ્રાવક તેને ફાલ્ગની નામે સ્ત્રી અને આણંદ શ્રાવક સમાન દ્ધિ હતી. ૧૧.
એ દશે ઉત્તમ શ્રાવકે, અગીયાર પડિમાના ધારક, સમ્યગ્દષ્ટિવંત-સમકિતધારી, દ્વાદશ વ્રતના ધારક અને વીર પરમાત્માના ચરણે પાસક હતા.
સાર–અન્ય ભવ્યાત્માઓએ યથાશક્તિ તે સર્વનું અનુકરણ કરવા તત્પર થવું જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૫ ].
સર્વ જીવોની ઉન્નતિ સંબંધી બે મિત્રોને સંવાદ
રતિલાલ–મિત્ર સુમતિ ! ચરાચર પ્રાણીવર્ગને મોટો ભાગ વિવિધ દુ:ખથી પીડાતો જણાય છે તેનાથી મુક્ત થઈ તેની ઉન્નતિ થાય એ સરલ ઉપાય જાણવાની મારી ઈચ્છા છે.