________________
[ ૧૫૪]
શ્રી કપૂરવિજયજી શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચે કલ્યાણક પ્રસંગે શ્રી શત્રુંજયતીર્થ પરની નવ ટુંકમાં આંગી તેમ જ મોટી ટુંકમાં પૂજા, ભાવના, રથયાત્રા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે, તેમ જ શ્રી મહાવીર પ્રભુના પંચકલ્યાણક મહોત્સવ વખતે જાહેર ખબર છપાવી પાલીતાણામાં જે વિદ્વાન ત્યાગી મહારાજ બિરાજતા હોય તેમના પ્રમુખપણ નીચે મેલાવડે, ભાષણે તેમ જ આંગીપૂજા ભાવના વગેરે કરવામાં આવે.
મહાનુભાવે ! બુદ્ધના ભક્તોની તથા પ્રકારની વસ્તી હિંદુસ્તાનમાં નહિં છતાં પણ હજારો માઈલથી આવી તેના ભકતે અત્રે તેની જયંતિ ઉજવવાનો જ્યારે લાભ લે છે ત્યારે જે તીર્થ. કરની લાખે ની સંખ્યામાં રહેલી ભક્ત કેમ આ જ દેશમાં કલ્યાણક ઊજવવા ઉજમાળ ન થાય, એટલું જ નહિં પણ તે કલ્યાણકના દિવસોનું જ્ઞાન માત્ર પણ ન ધરાવે એ કેટલું શોચનીય છે !
જ્યારે પોતાની જાતની અને પિતાનાં બાળબચ્ચાંઓની વર્ષ ગાંઠ ઊજવવામાં ઉજમાળપણું રહે ત્યારે આવા અપૂર્વ તીર્થમાં તીર્થાધિરાજ શ્રી ઇષભદેવ ભગવાનની વર્ષગાંઠ અને કલ્યાણક તેમ જ વર્તમાન શાસનાધિપતિ શ્રી વદ્ધમાન સ્વામીના કલ્યાણકો ઊજવવામાં પ્રમાદી રહે, એ શું વિચારણય નથી ? માટે મહાનુભાવ સદ્ગહસ્થો ! ઉપરનો પ્રબંધ વાંચી, તેને સંપૂર્ણ લક્ષ્યમાં લઈ અપૂર્વ વિલાસથી લાભ લેવા ઉત્સુક બને, અને તે દ્વારા સ્વ અને પારને જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનારા થાઓ.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૧૩ ]