________________
[ ૧૫૨ ]
શ્રી કપૂરવિજયજી
આજ્ઞાના અનાદર હાવાથી તે ઇચ્છિત ફળદાયક થતાં નથી, તેથી શાસનપ્રેમીઓએ કલ્યાણકાદિ દિવસેએ જ બહુધા પૂજા, પ્રભાવના ઉત્સવાદિ કરવાં કે જેથી સ્વપરને અમેાઘ ફળદાયી થાય.
આ હકીકતની પુષ્ટિમાં વળી ગ્રંથકાર મહાત્મા કહે છે કેજિનેશ્વરાના જન્માદિ કલ્યાણકાના દિવસે અથવા તેવા બીજા શાસ્ત્રોક્ત ઉત્તમ દિવસેાએ રથયાત્રા, પૂજા, પ્રભાવના વિગેરે ઉત્સવેા કરાય તા તે જોઇને અન્યદર્શીનીઓને પણ તી કરાદિ ઉપર બહુમાન ઉપજે છે અને તેવા તથાવિધ ધર્મસ્નેહદ્વારા પરિણામે સત્યધર્માંને પણુ પામે છે. પૂર્વ પુરુષાએ બાંધેલી પ્રણાલિકાનું અનુકરણ થાય છે. ઇંદ્રાદિક દેવા પણ તે દિવસેાએ મહેાત્સવાદિ કરે છે, તેથી તેઓના સભ્યગાચારનું પણું અનુકરણ થાય છે. ભવ્ય જીવા તેની સવિશેષ અનુમેાદના કરે છે તેથી તેમને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય છે અને કેટલાએક જીવાનુ સમકિત પણ નિર્મળ થાય છે.
આ ઉપરથી સુજ્ઞ જનેા સમજી શકયા હશે કે કલ્યાણક સિવાયના દિવસેામાં કરેલાં કૃત્ય અને દ્રવ્યના સદ્યય ત્યારે જ ઉપયાગી થાય છે કે જ્યારે કલ્યાણકના દિવસમાં ખાસ ધાર્મિક અને શાસનપ્રભાવના અપૂર્વ ઉદ્ભાસથી અને અસાધારણુ દ્રવ્યન્યયથી કરવામાં આવે. લૌકિક નીતિ પણ તેવી જ હાય છે. એક સગૃહસ્થ વિનાપ્રસંગે લાખા રૂપીઆ ધામધુમ કરી ખર્ચે અને જ્યારે પેાતાને ત્યાં લગ્નાદિ પ્રસંગ આવે ત્યારે કઇ પણ તેવા વ્યય કરે નહિં તે તે આદરપાત્ર બની શકતા નથી, તેમ જ શાસ્ત્રકારની અપેક્ષાએ કલ્યાણકના દિવસનુ સ્મરણ માત્ર પણ ન કરનાર અને તેમાં અપૂર્વ વીલ્લાસ ન