________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૧ ] સંક્ષિપ્ત સારજિનેશ્વરેના કલ્યાણકોના દિવસે રથયાત્રાદિ મહોત્સવ કરવાથી, તેના જેનારા અનેક ભવ્યાત્માઓને તીર્થંકર પર, તેમના શાસન પર અને જિનેશ્વરમહારાજે પ્રરૂપેલા ધર્મ ઉપર ભક્તિ, પ્રેમ અને અનુપમ બહુમાન ઉછળે છે, માટે આસ્તિક જનેએ કલ્યાણકના દિવસે રથયાત્રા, પૂજા, પ્રભાવના આદિ જિનભક્તિનાં કાર્યો અવશ્ય કરવાં, કારણ કે અન્ય દિવસોની અપેક્ષાએ કલ્યાણકના દિવસો ધાર્મિક કાર્યો માટે અતિ પ્રશસ્ય છે.
ટીકાકાર મહારાજા ઉપરની હકીકતને પુષ્ટિ આપતાં છતાં એટલું વિશેષ કહે છે કે-કલ્યાણક સિવાયના દિવસો અનાગમેક્ત હોવાથી યથાર્થ પૂર્ણ ફળદાયી થતા નથી, પરંતુ કલ્યાણ કાદિકના દિવસે ખાસ આગમત હોવાથી અધિક આરાધનીય છે. તે દિવસે કરેલું થોડું પણ ધર્મકૃત્ય મહાફળદાયી થાય છે.
આ જ હકીકતને પુષ્ટિ આપતાં મૂળ ગ્રંથકાર કહે છે કેજેમ ઉચિત વૃષ્ટિ આદિના સંગે અ૮૫ ખેતી પણ અધિક ફળ આપે છે અને ઉચિત વૃષ્ટિ આદિના અભાવે અધિક ખેતી પણ નિરર્થક થાય છે, તેમ ઉત્તમ દિવસોએ કરેલી છેડી પણ ધાર્મિક આરાધના અને દ્રવ્યનો વ્યય ભવ્ય જીવોને અતુલ ફળ આપે છે આ હકીકતને વધારે પુષ્ટ કરતાં ટીકાકાર કહે છે કે-જેમ અવીતરાગ પુરુષમાં ગુણપ્રકર્ષને અભાવ હોવાથી તે પુરુષને પ્રધાનપણે કલ્પી તેની પૂજા, ઉત્સવાદિ કરવામાં આવે તે તે યથેષ્ઠ ફળ આપવામાં અસમર્થ બને છે, તે જ પ્રમાણે કલ્યાણકાદિ શાસ્ત્રોક્ત દિવસોને તજી દઈને અન્ય દિવસે કરાતાં પૂજા, ઉસવાદિમાં પિતાની કલ્પનાની મુખ્યતા અને સર્વજ્ઞ