________________
[ ૧૨૪]
શ્રી કપૂરવિજયજી ભાઈબહેનોએ ભારે પ્રયત્ન કર ઘટે. હવે વાતો માત્ર કરવાને વખત નથી, ખરા દિલથી સહુ કેઈએ કામે લાગી જવાની જરૂર છે.
૪. સ્વાર્થોધતા તજી સ્વાર્થ ત્યાગી બનવાની જરૂર છે. ગમે તે રીતે કલેશ-કુસંપને દૂર ફેંકી દઈ, આપણામાં સુસંપનાં બીજે વવાય અને પૂરી કાળજીથી તેનું સારી રીતે રક્ષણ કરાય તે તેમાંથી સુખ-સંપત્તિરૂપ મીઠાં મધુરાં ફળ–પરિણામ મેળવી શકવાની આશા રખાય.
પ. પવિત્ર જૈનશાસનની રક્ષા ખાતર તેમ જ આપણું પતિત સમાજની ઉન્નતિની ખાતર સહુ શાસનપ્રેમી ભાઈબહેનોએ સમય ઓળખીને, સ્વપરહિતની રક્ષા ને વૃદ્ધિ થાય તેવા દરેક સદુપાય આદરવા ઉજમાળ થવું જ જોઈએ. ઉપેક્ષા કરવાથી તો અધિકાધિક હાનિ ને બગાડે થવા પામે છે.
૬. અહિંસા, સંયમ અને તપલક્ષણ પવિત્ર ધર્મની ઠીક પિછાણ થઈ જ હોય, તેમાં સુશ્રદ્ધા-વિશ્વાસ આવેલ હોય અને તેનો રસાસ્વાદ-સ્વાનુભવ કરવા ઈચ્છા જાગી જ હોય તો હવે દુષ્ટ પ્રમાદાચરણ તજી દઈ, શાસનપ્રેમી જનોએ વેળા જાગૃત થવું જોઈએ અને સ્વાત્મોન્નતિ સાથે આખી સમાજની ઉન્નતિ થવા પામે એવી રૂડી યોજના સ્વબુદ્ધિબળથી ઘડી કાઢીને ઈષ્ટ ફળસિદ્ધિને માટે સત્વર સફળ પ્રયત્ન કરવો જોઈએ.
૭. આજ સુધી પેટ ભરીભરીને વાત કરી તેથી શી કાર્ય સિદ્ધિ થઈ? હવે નકામો સમય નહિ ગાળતાં, સર્વેએ આપણામાં જડ ઘાલીને પેસી ગયેલ એકેએક દોષ દૂર થાય તે સબળ પ્રયત્ન કુશળતાથી કરવાની જરૂર છે.