________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૭ ] વૃત્તિથી આપણે ઘણા ય પાપ-પ્રપંચાચરણથી સહેજે બચી શકીશું અને ન્યાય, નીતિ અને પ્રમાણિક વ્યવસાયથી કરેલી કમાઈવડે સુખપૂર્વક સ્વકુટુંબનિર્વાહ ચલાવવા ઉપરાંત બીજા અ૮૫ સત્ત્વવાળા બંધુઓને તથા બહેનોને પણ કંઈક એગ્ય આલંબન આપવા સમર્થ થઈ શકશું.
ઈદ્રિયનિગ્રહવડે મન પણ સ્થિર થઈ શકશે, રાગ, દ્વેષ અને કષાયથી દૂર રહેવાશે અને યથાપ્રાસમાં સંતોષ રાખી શકાશે, જેથી ક્ષમા, સમતા, મૃદુતા (નમ્રતા) અને સરલતાદિ ગુણે ખીલી શકશે. વળી ઈદ્રિય અને કષાયનિગ્રહયોગે મન, વચન અને કાયા અથવા વિચાર, વાણી અને આચારની શુદ્ધિ સાચવી શકાશે.
અસત-મલિન વિચાર, વાણી અને આચાર ખરી ખંતથી સુધારી લેવા તેનું નામ સંયમ.
મિત્રી, મુદિતા, કરુણા અને માધ્યચ્ય અથવા ઉપેક્ષાભાવથી વિચારાદિની શુદ્ધિ સહેજે થઈ શકશે. સર્વ કેઈનું હિતચિન્તવન કરવાને બદલે અહિત-અનિષ્ટ ચિન્તવન કરવું, દીન-દુઃખીને યથાયોગ્ય સહાય કરવાને બદલે તેની ઉપેક્ષા કરવી, સુખી કે સદ્દગુણને દેખી સંતુષ્ટ થવાને બદલે મનમાં ઈર્ષ્યા કરવી અને અત્યંત ક્રૂર કર્મ કરનારની ઉપેક્ષા કરવાને બદલે તેને અનમેદન મળે એમ વર્તવું એ ખરેખર વિચાર, વાણી અને આચારની મલિનતા ઉપજાવનાર અને વધારનાર બને છે, એમ સમજી ઉપરોક્ત મંત્રી, મુદિતાદિ ભાવનાને દૃઢ આશ્રય કરી વિચારાદિની શુદ્ધિ કરવી ઘટે. એ રીતે આત્મનિગ્રહ કરવાથી હિંસાદિ પાપથી સહેજે નિવતી અહિંસાદિકનો લાભ લઈ શકાય છે. આત્મન્નિતિ કરવા ઈચ્છનારે સર્વ પ્રકારની (કાયિક, વાચિક