________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૫ ] (સ્વપરને રસદાયક) બને એવો પ્રયત્ન સેવતા રહી આગળ વધાય તો કેવું સારું ?
આપણું સંગતિમાં દેહ-છાયાની જેમ વર્તનારી વ્યક્તિએનું પણ જીવન તેવું જ સરસ બને તેવી જ કાળજી આપણે રાખવી ઘટે, જેથી સ્વપરઉન્નતિમાં લેશમાત્ર અંતરાયરૂપ નહિ થતાં એક બીજાને વધારે મદદગાર થવાય–આવી કર્તવ્યભાવના આપણામાં ખીલવવાની જરૂર છે. ઉત્તમ પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણુની આપણામાં અત્યારે ભારે ખામી જોવામાં આવે છે, તેથી જ આપણું સ્થિતિ દયાજનક થઈ પડી છે. આવી દુઃખી સ્થિતિમાંથી સમાજનો ઉદ્ધાર જેવાતેવાથી કે સંભવિત નથી. એ તે જ્યારે પ્રબળ પ્રભાવશાળી નૈષ્ઠિક બ્રહ્મચર્યને ધારણ કરનારી શુદ્ધ શાસનપ્રેમી વ્યક્તિઓ સદ્દભાગ્યે સજીવન જાગૃત થઈ “સવિ જીવ કરું શાસનરસી ” એવી ઉગ્ર ભાવનાયેગે નિષ્કામ શાસનસેવા કરવા ઉજમાલ બનશે ત્યારે તેને ત્યારે જ સમાજના ઉદય સાથે શાસનને પણ ઉદય થશે. - સ્ત્રીકેળવણમાં તે અત્યારે ઘણું જ ખામી જોવાય છે, પરંતુ ધીમેધીમે વ્યક્તિગત સુધારો થવાથી સારું પરિણામ આવી શકશે. એક જ મહાત્મા ગાંધી અત્યારે કેટલું કરી રહેલ છે? અને તે કયા આલંબનથી? એટલું પણ વિચારશીલ જેને ગંભીરતાથી વિચારે તો પણ સ્વકર્તવ્યની કઈક ઝાંખી કરી શકે એમ છે. આપણે અત્યારે યેગ્યતાસંપન્ન થવાની અને તેવા થઈને સ્વકર્તવ્ય ધર્મ કરવાની ઘણી જરૂર છે. જે આપણું ઉન્નતિ ૧૦