________________
[ ૧૪૪]
શ્રી કરવિજયજી છળતાં જે ભવ્યાત્મા સાવધાનપણે પૂર્વોક્ત ધર્મનું ડહાપણથી સેવન કરવા ચૂકતા નથી તેઓ દુઃખમાત્રને અંત કરી અક્ષયઅનંતસુખમાં જઈ વિશ્રામે છે અને પરમ મોક્ષપદને પામે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૪ ]
આપણી ભાવી ઉન્નતિની દિશા સમજીને
આદરવાની જરૂર સુજ્ઞ ભાઈ, બહેને એ સ્વપરહિત-શ્રેય કરવા સદા ય ઈચ્છવું જોઈએ. જે ભવ્યાત્મ સ્વહિત-શ્રેય કરવા આતુરતાથી ઈચ્છતા હોય તેણે શ્રી વીતરાગપ્રણીત માર્ગને યથાયોગ્ય અનુસરીને જ ચાલવું જોઈએ. સ્વયેગ્યતાનુસારે જ ધર્મસાધન કરવાની મર્યાદા શાસ્ત્રકારે કહી છે અને એ જ હિતકારી થઈ શકે છે. ગ્યતા વગર વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ક્વચિત્ જ થાય તે ટકી શકતી નથી. તેમ છતાં એવી યેગ્યતા પ્રાપ્ત કરવા કોઈ વિરલા જ કાળજી રાખે છે અને લાભ પણ તે જ મેળવી શકે છે. પ્રભુનું શાસન જયવંતું લેખાય છે, તેથી એવા પણ સદ્ભાગી જી શાસનમાં હવા ઘટે છે. મહાપુરુષોનાં ચરિત્ર જે બારીકીથી વાંચી-વિચારી સમજી શકે છે તે તેમાંથી સાર ગ્રહી, સ્વપૂનતા દૂર કરી શકે છે. આપણું ધારેલું ન થવાથી કવચિત્ ખેદ પણ થવા પામે છે, પરંતુ તે નિરાશામાં પરિણમવવાને બદલે નવી જાગૃતિ આણવામાં પરિણમે તે જ તે ઈચ્છવા ગ્ય છે.
આપણું જીવન શુષ્ક-જડવત્ બનવાને બદલે સરસ