________________
[ ૧૩૮ ]
શ્રી કરવિજયજી પણ વિચાર થાય નહિં. તેમ જ તે પ્રકારની અહિત-તાપ ઉપજાવનારી વાણી પણ વદી શકાય નહિ.
સહુનું સદા હિતચિંતન કરવું તે મૈત્રીભાવ, પરનાં દુઃખ હરવા દરેક શક્ય પ્રયાસ કરવો તે કરુણુભાવ, પરને સુખી દેખી દિલમાં રાજી થવું તે મુદિતાભાવ અને પરના અસાધ્ય દોષની તરફ રાગદ્વેષ રહિત સમભાવ રાખે તે માધ્યä અથવા ઉપેક્ષાભાવ પવિત્ર રસાયણની જેમ એકાંત હિતકારી હોવાથી અવશ્ય આદરવા યોગ્ય છે.
વિચાર, વાણું અને વર્તનમાં પોતે પૂર્ણ રીતે પવિત્ર હોઈ, ત્રિભુવનવતી સહુ કોઈ પ્રાણીવર્ગને શ્રેણીબંધ ઉપગારવડે સંતોષ ઉપજાવતા અને અન્યમાં અલ્પમાત્ર પણ ગુણ દેખી દિલમાં રાજી રાજી થનારા કઈક વિરલા સજજને આ પૃથ્વીપીઠને પાવન કરી રહ્યા છે. એવા સજજનથી જ પૃથ્વી રત્નગર્ભા” લેખાય છે તે યથાર્થ છે. આપણે પણ આપણાં આચરણ સુધારી, સ્વાર્થ ત્યાગ કરી, સુસંયમવડે સ્વપકલ્યાણ સાધવા જરૂર પ્રયત્ન કરે. આપણું ભવિષ્ય સુધારવા (ઉજજવળ બનાવવા ) આપણે આપણી ફરજ બજાવવી. સહેજે મળેલી સોનેરી તક વ્યર્થ ગુમાવી નહિ દેતાં તેને સાર્થક કરી લેવી.
મદ (Intoxication), વિષયાસક્તિ (Sensual appetite) કષાય (ક્રોધ, અહંકાર, માયા, લેભાદિક ), આલસ્ય અને કુથલીઓ કરવામાં કાળક્ષેપ કરવો એ અત્યંત અહિતકર છે.
ગમે તેવા સમ, વિષમ પ્રસંગમાં મનની સ્થિતિસ્થાપકતા (સમતોલપણું ) જાળવી રાખવી, એ બહુ જ હિતકર