________________
[ ૧૪૦ ]
શ્રી કર્પરવિજયજી તે જ ઉત્તમ પરિણામ આવી શકે. આટલાં આટલાં વર્ષો થયાં પ્રતિવર્ષ પ્રભુનું પવિત્ર ચરિત્ર વાંચવાને તથા સાંભળવાને સતત અભ્યાસ છતાં પણ આપણું હૃદય દ્રવતું કેમ નથી ? તે વસ્તુ આપણને બરાબર પરિણમવા પામે તે હૃદય જરૂર દ્રવવું જ જોઈએ.
પ્રભુએ માતાના ગર્ભમાં રહ્યા છતાં માતા ઉપર અનુકંપાથી કે ભક્તિભાવથી, યાચિત આચરણ કરી આપણને આપણા માતપિતાદિક વડીલજને પ્રત્યે પૂર્ણ ભક્તિભાવથી સમાચિત આચરણ આચરવા સૂચવ્યું; છતાં તેની કશી દરકાર કરાય છે ? માતાપિતાદિક પૂજ્યજનોની આંતરડી દુભવીને ધર્મ—નીતિ વિરુદ્ધ સ્વેચ્છાએ ચાલનારા, કર્તવ્યધર્મથી વંચિત રહીને, કયારે પણ સુખી થઈ શકે ખરા? નહિ જ. અનેક ઉપયેગી બાબતે સંબંધી બારીક બાધ એ પવિત્ર શાસ્ત્ર યથાવિધિ સાંભળવાથી પ્રાપ્ત કરી, તેને સાર ગ્રહણ કરવાવાળા ખપી ભાઈબહેને પ્રમાદ રહિત પિતાપિતાનું વર્તન સુધારવાપૂર્વક ધર્મના અધિકારી બની, ઉભયલેકમાં અવશ્ય સુખી થવા પામે છે.
આ કાળના અને વક્ર જડ તરીકે ઓળખાવ્યા છે, તેથી તેમને શુદ્ધ માર્ગનો યથાર્થ બંધ છે અને–પરિણમ બન્ને દુર્લભ છે. તેમ જ માયા-પ્રપંચ મૂકી શુદ્ધ મન, વચન, કાયાથી તેને યથાર્થ અમલ કરવો તે વળી અત્યંત દુર્લભ છે. તેમ છતાં તેઓ પણ દઢ અભ્યાસ અને વૈરાગ્યના બળથી દેષ સમુદાયને હાસ (ઓછાશ) કરી, પાત્રતા મેળવી, પવિત્ર ધર્મરત્નના અધિકારી બનીને અવશ્ય સુખી થઈ શકે છે. આપણા સહુને પણ ઉચિત છે કે આપણામાં જડ ઘાલીને રહેલા શ્રેષક્ષુદ્રતાદિક દુષ્ટ દોષને દૂર કરવા અને ક્ષમા-સમતા, ગંભીરતાદિક