________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૧] સગણ પ્રાપ્ત કરવા પૂર્ણ કાળજી રાખતા રહેવું. ધર્મની દરકાર કરનારે ન્યાય, નીતિ, પ્રમાણિકતાને અવશ્ય આદરવાની જરૂર છે. એનાથી વેગળા રહી ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છવું, એ વંધ્યાને પુત્રની પ્રાપ્તિ કરવા–ઈચ્છવા જેવું અશકય છે. ખરા ધર્મની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે સત્યની ખાતર પ્રાણાર્પણ કરવા તત્પર થઈએ. પ્રાણને પણ ન્યાય, નીતિને ન તજીએ. વળી સહુને આપણું પ્રાણ-આત્મા સમાન લેખીએ, પરને દુઃખી દેખી, તેનું દુઃખ દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરીએ અને સુખી તથા સગુણને દેખી, દિલમાં રાજી થઈ તેવા સગુણ બનવા ઉચિત આચરણ દઢતાથી કરીએ, ગમે તેવાં નીચ કાર્ય કરનાર પ્રત્યે પણ છેષ લાવ્યા વગર તેને સુધારવાનું બની શકે તે કરુણ લાવી તેમ કરીએ; છતાં તે સુધરી ન જ શકે એમ જણાય તે પણ શકય હિતકાર્ય કરવા સાવધાન રહીએ તો જ આપણે સર્વજ્ઞોક્ત ધર્મરનની રક્ષા કરવાપૂર્વક તેની સાર્થકતા કરી એમ કહેવાય.
ક્રોધ-માન-માયા-લોભ કષાય રહિત નિર્દોષ સ્ફટિક રત્ન સમાન નિર્મળ આત્માને ધર્મ છે. તે રાગ, દ્વેષ, મળથી મલિન થાય છે. રાગ, દ્વેષની ચિકાસથી જ કર્મબંધ થાય છે અને તેથી જ જન્મ, મરણવડે સંસારભ્રમણ થાય છે. તે અનંતા દુઃખમાંથી બચવા રાગ, દ્વેષાદિક દોષોથી દૂર રહેવું જોઈએ. એટલે કે જે જે નિમિત્તેથી રાગદ્વેષ વધે તે તે નિમિત્તે તજવાં, અને જે જે નિમિત્તથી રાગદ્વેષાદિક ઘટે તે તે નિમિત્તેનું સેવન કરવા લક્ષ રાખવું. જ્યાં સુધી પરાયા દોષ જ જોવાની, જાણ વાની કે ગાવાની કુટેવ દૂર કરી ન શકાય ત્યાં સુધી આપણામાં દોષને જ વધારે થવાને. દેષને ઘટાડે તથા ગુણને વધારે