________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૯ ] હાઈ ખાસ આદરણીય છે. એથી આત્મામાં અપૂર્વ શાંતિને પ્રગટ અનુભવ થઈ શકે છે.
સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં સુખ પરોક્ષ છે, પરંતુ રાગદ્વેષના અભાવરૂપ સમભાવ ( સમતા, સ્થિરતા, પ્રશમ)જનિત સહજ સ્વાભાવિક સુખ તો આત્મપ્રત્યક્ષ જ છે અને વિરલ સભાગી જનો તે મેળવી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૬ ]
તત્ત્વજિજ્ઞાસુ સજ્જનો પ્રત્યે પર્યુષણ પ્રસંગે બે બેલ વહાલા વીર બંધુઓ તથા બહેને!
આપણે પ્રતિવર્ષ પર્યુષણ પ્રસંગે ભારે ઉત્સાહથી, મોટા સમૂહમાં સહેજે એકઠા મળી સુગુરુને જે હોય તે તેમની સમીપે કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમસૂત્રનું શ્રવણ કરીએ છીએ, જેમાં આપણા અતિ આસોપકારી ભગવાન શ્રી મહાવીર પ્રભુના સવિસ્તર ચરિત્રનો સમાવેશ થાય છે. એ પ્રભુના અતિબોધદાયક અદભુત ચરિત્રમાંથી આપણે ધારીએ તે ઘણુંએ ગ્રહણ કરી શકીએ છીએ, તેમ જ તેની જરૂર પણ ઘણું છે. કલ્પસૂત્ર જેવા પવિત્ર શાસ્ત્રદ્વારા ભગવાન મહાવીર પ્રભુનું પવિત્ર ચરિત્ર સાંભળનાર તેના અનુયાયી, સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ જે તેને અંતરમાં ઊતારે તે તેઓ પોતે કેટલા બધા પૂજ્ય-પવિત્ર બનવા પામે ! કેવળ રૂઢિની ખાતર વાંચવા કે સાંભળવા માત્રથી નહિ, પણ સ્વકર્તવ્ય ધર્મ તરીકે વિનય–બહમાનપૂર્વક તે પવિત્ર શાસ્ત્ર વાંચવા કે સાંભળવા પૂર્ણ લક્ષ રખાય.