________________
[ ૧૩૬ ]
શ્રી કપૂરવિજયજી શરીરના આરોગ્યભૂત મુખ્ય કારણે. ૧. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણીનું સેવન, ૨. સૂર્યપ્રકાશવાળા સ્થાનમાં નિવસન, ૩. લઘુ પરિમિત સાત્વિક આહારગ્રહણ, ૪. શક્તિ અનુરૂપ શારીરિક અને માનસિક વ્યાપાર-પરિશ્રમ, ૫. આવશ્યક શારીરિક અને માનસિક વિશ્રાન્તિ (ખાસ ઉપયોગી છે.)
૨. ગમે તે પ્રકારની ગંદકી કે મલિનતા વગરની શુદ્ધ હવા શ્વાસોશ્વાસ મારફત શરીરમાં દાખલ થવાથી શરીરનું આરોગ્ય સચવાય છે અને વધે છે. પીવાનું પાણી પણ એવા જ પ્રકારનું શુદ્ધ-નિર્મળ થયેલું હોવું જોઈએ.
૩. સૂર્યપ્રકાશ ( Sun bath ) પૂરતા પ્રમાણમાં લેવાથી શરીરમાંની જડતા આળસાદિક દૂર થઈ જઈ જાગૃતિ આવે છે અને આરોગ્ય વધે છે. સૂર્યપ્રકાશ સવારના આઠ વાગ્યા સુધી ઘણો લાભદાયક છે.
૪. જઠરાગ્નિ સુખે પચાવી શકે એ સાદે-હલકે અને પ્રમાણે પેત સાત્વિક ખોરાક વખતસર લેવાથી તન, મન, વચનની ઉત્તમ શક્તિ વધે છે. સાત્વિક ખોરાક હંમેશાં ઉચ્ચ વિચારો પેદા કરે છે.
૫. શક્તિ પ્રમાણે તન, મન, વચનને સદુપયોગ કરવાથી પાચનક્રિયા સારી થવા ઉપરાંત શારીરિક આરોગ્ય સચવાવા સાથે તેને વિકાસ પણ થાય છે. પ્રથમ સુખ તે શરીરનું નિરોગીપણું છે.
૬. આરોગ્યરક્ષણ અને વૃદ્ધિ નિમિત્તે જરૂર પૂરત પરિ.