________________
[ ૧૩૪ ]
શ્રી કપૂરવિજયજી વિવેકાત્મા પિતાના મનને અને ઇન્દ્રિયોને મોકળા નહિ મૂકતા-સ્વછંદપણે ફરવા નહિં દેતાં તેમને લગામમાં રાખે છે. જેના પરિણામે સ્વભાન ભૂલાય અને કર્તવ્યભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થથી તે દૂર રહે છે, ક્રોધ-રોષ-માન-અહંકાર-માયાકપટ અને લોભ-તૃષ્ણાને શાંત કરવા ડહાપણભરી ક્ષમા, સમતા, નમ્રતા, મૃદુતા, બાજુતા-સરલતા અને સંતોષ–અમૃતનું સદા ય સેવન કરે છે; નિદ્રા-તંદ્રા-આલસ્યાને દૂર કરવા તથા પ્રકારના સદુઘમને સેવે છે અને નકામી કુથલીઓમાં પિતાનો અમૂલ્ય સમય નહીં વીતાવતાં, તાવિકજ્ઞાન-અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય તેવાં ઉત્તમ શાસ્ત્ર યા કલ્યાણમિત્રોના સસમાગમમાં જ સ્વસમયને વીતાવે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૫ ?
દવા કરવા કરતાં પથ્ય ઉત્તમ. ( Prevention is better than Cure.) આપણું શરીર નિરોગી રાખવા જૂદી જૂદી ઋતુમાં શાસ્ત્રોક્ત પથ્થસેવન વધારે હિત કરે છે.
વર્ષાઋતુમાં લવણ (ક્ષાર-મીઠું), શરદ ઋતુમાં જળપાન, હેમન્ત તુમાં ગાયનું દૂધ, શિશિરઋતુમાં-શિયાળામાં આમ્લક રસ (ખટાશ), વસન્તજાતુમાં ઘી અને શ્રીમઝાતુમાં ગેળનું સેવન અમૃતતુલ્ય કહ્યું છે.
દરેક તુ બે બે માસ સુધીની સમજવી. તે તે ઋતુમાં