SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] શ્રી કપૂરવિજયજી વિવેકાત્મા પિતાના મનને અને ઇન્દ્રિયોને મોકળા નહિ મૂકતા-સ્વછંદપણે ફરવા નહિં દેતાં તેમને લગામમાં રાખે છે. જેના પરિણામે સ્વભાન ભૂલાય અને કર્તવ્યભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થથી તે દૂર રહે છે, ક્રોધ-રોષ-માન-અહંકાર-માયાકપટ અને લોભ-તૃષ્ણાને શાંત કરવા ડહાપણભરી ક્ષમા, સમતા, નમ્રતા, મૃદુતા, બાજુતા-સરલતા અને સંતોષ–અમૃતનું સદા ય સેવન કરે છે; નિદ્રા-તંદ્રા-આલસ્યાને દૂર કરવા તથા પ્રકારના સદુઘમને સેવે છે અને નકામી કુથલીઓમાં પિતાનો અમૂલ્ય સમય નહીં વીતાવતાં, તાવિકજ્ઞાન-અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય તેવાં ઉત્તમ શાસ્ત્ર યા કલ્યાણમિત્રોના સસમાગમમાં જ સ્વસમયને વીતાવે છે. [ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૫ ? દવા કરવા કરતાં પથ્ય ઉત્તમ. ( Prevention is better than Cure.) આપણું શરીર નિરોગી રાખવા જૂદી જૂદી ઋતુમાં શાસ્ત્રોક્ત પથ્થસેવન વધારે હિત કરે છે. વર્ષાઋતુમાં લવણ (ક્ષાર-મીઠું), શરદ ઋતુમાં જળપાન, હેમન્ત તુમાં ગાયનું દૂધ, શિશિરઋતુમાં-શિયાળામાં આમ્લક રસ (ખટાશ), વસન્તજાતુમાં ઘી અને શ્રીમઝાતુમાં ગેળનું સેવન અમૃતતુલ્ય કહ્યું છે. દરેક તુ બે બે માસ સુધીની સમજવી. તે તે ઋતુમાં
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy