________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૫ ] તે તે વસ્તુનું સેવન બીજી જાતની દવા કરતાં અધિક ગુણકારી કહેલ છે. અનુભવ કરવાથી ચોક્કસ ખાત્રી થઈ શકે તેમ છે. નકામી છ દવાઓથી તેમ જ તેના ગેરવ્યાજબી ખર્ચના બજામાંથી બચવાની ઈચ્છા જ હોય તો ઉપરની વાતને અપ પ્રયાસે જ અનુભવ મેળવી શકાશે. અને પોતાને તેની ચોક્કસ ખાત્રી થયે પરોપકારબુદ્ધિથી અન્ય જનને પણ તેને લાભ સહેજે મળે તેવી પ્રેરણા ઉમંગથી કરી શકાશે.
આજકાલ ખરી વસ્તુનું જ્ઞાન (સમજ ) નહિ હોવાથી અનેક જને પિતાના જ હાથે નવાં નવાં દુ:ખ વહોરી લે છે. તેની ચકકસ સમજ મળતાં, પ્રમાદ–આળસ તજી, શ્રદ્ધા-વિશ્વાસ રાખી, એકાદ વખત ધીરજ અને ખંતથી તેનો અનુભવ કરી જેનાર સહેજે દુઃખમાંથી મુક્ત થઈ શકે છે.
લેબી-લાલચુનાં સ્વાર્થભય વચન કરતાં નિર્લોભી અને નિ:સ્પૃહી એવા જ્ઞાની પુરુષનાં કેવળ પરમાર્થબુદ્ધિથી શાસ્ત્રદ્વારા આપેલાં એકાંત હિતકારી વચન ઉપર અધિક આસ્થા-શ્રદ્ધા–પ્રતીતિ લાવવી ઘણું જરૂરની છે. તેથી જ પોતાને તથા પરને અતુલ લાભ થવા પામે છે, તે વગર અત્યારની પ્રચલિત ગતાનુગતિકતાથી તો પારાવાર નુકસાન ન થાય તેમ છે. તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું જણાતું નથી. જે કંઈ હૈયે સાન આવતી હોય તે તેવા પારાવાર નુકસાનમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૩૯ ]