________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૩ ] ૪. વસ્તુને વસ્તુગતે સમજ્યા કે સમજવા પૂરે પ્રયત્ન કર્યા વગર કેવળ અંધશ્રદ્ધાથી “હા જી હા’ કહેવાથી મિથ્યાત્વ દૂર થઈ જતું કે આવી જતું નથી. મિથ્યાત્વ એટલે તત્વવિપર્યાસ અને સમક્તિ એટલે યથાર્થ તત્ત્વશ્રદ્ધાન. એથી વધારે શું ?
૫. મધ્યસ્થભાવે મુકાબલે કરતાં ખરી તાત્વિક વસ્તુ સમજાઈ જતાં તેમાં આસ્થા-વિશ્વાસ ચૅટે છે અને ખોટીગરિક વાત તરફ આદર થઈ શકતો નથી. બુદ્ધિ પામ્યાનું એ મનોહર ફળ છે, એથી જ જ્ઞાનબળ અને ચારિત્રબળ ખીલી શકે છે.
[આ. પ્ર. પુ, ૧૯, પૃ. ૧૩૩ ]
સાચા સુખના અર્થીઓએ કુસંપને ટાળી શુદ્ધ
પ્રેમી અને નિર્દોષજીવી થવાની જરૂર
૧. અજ્ઞાન અને હવશ સ્વાર્થી બનેલા આપણામાં કલેશ-કુસંપે કાળો કેર વર્તાવ્યા છે.
૨. પ્રથમ જ્યારે તત્ત્વજ્ઞાન, શ્રદ્ધા અને સદાચરણમાં દઢ અભ્યાસથી આપણામાં સુસંપ સારી રીતે જળવાતું હતું ત્યારે આપણી સમાજ દરેક વાતે સુખી ને આબાદ હતી. તેમાં
જ્યારથી કલેશ-કુસંપ પેઠે ત્યારથી જ આપણું અવનતિપાયમાલીની શરૂઆત થઈ અને તેનું આટલું બધું માઠું પરિ. ણામ આજે આપણે સહુ સાક્ષાત્ અનુભવીએ છીએ. .
૩. એ માઠાં પરિણામને અંત લાવવા સહુ કોઈ સજજન