________________
[ ૧૨૨ ]
શ્રી કપૂરવિજયજી ઉત્તમોત્તમ ગ્રંથ છે. આપણે માત્ર તે જ પુસ્તકો વાંચવા જોઈએ કે જે આપણને ઉન્નત વિચાર આપે અને આપણી શક્તિઓને તથા આપણી તકને સૌથી વિશેષ લાભ લેવાને આપણને પ્રેરે. ઉત્તમ ગ્રંથે આપણામાં ઉત્તમ, ઉન્નત વિચારદ્વારા ઉદારતાદિક અનેક ઉત્તમ ગુણે પ્રગટાવે છે અને ખીલવે છે.
[આ. પ્ર. પુ. ૧૯ પૃ. ૧૨૯]
--
-
-
નીતિવચને. ૧. સદ્દબુદ્ધિ અને શ્રદ્ધાશીલ સજજને જે વાત યુક્તિયુક્ત-સુસંગત હોય છે તેને સરલતાથી સ્વીકારી લે છે, પણ જડબઠર-કદાગ્રહી અને તે કેવળ ખેંચતાણથી ખરી વાતને પણ ખંડિત કરવા મથે છે. હજારો ગાયમાંથી વાછરડી પોતાની માતાને જ શોધી કાઢીને અનુસરે છે, પરંતુ મર્કટ તો જ્યાં ત્યાં વડચકાં જ ભરી કૂદાકૂદ કરી મૂકે છે. મતલબ કે શુદ્ધસરલભાવ જ્યાં ત્યાં હિતરૂપ થાય છે ત્યારે શઠભાવ જ્યાં ત્યાં નિંદાપાત્ર બને છે.
૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરી સાવધાનપણે ચાલવારૂપ આર્વતી નીતિને ખ્યાલ બહુશ્રતોના લક્ષ્ય બહાર કેમ જ રહે?
૩. “આમ જ કરવું અને આમ ન જ કરવું” એટલે વિધિનિષેધને ઉપદેશ એકાંતે શ્રીભગવંત કરતા નથી, પરંતુ પ્રસંગ અનુસરતું સરલ–અશઠભાવે જ કરવા–વર્તવાને તેઓશ્રી ખાસ આગ્રહ કરે છે. બેટી ખેંચતાણ કરી નાહક વીર્યના ક્ષય સાથે આત્મવંચના-આત્મદ્રોહથી દૂર રહેવા તેમને ઉપદેશ હોય છે.