________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૧ ] ૧૦. ઉદારતાવાળાને સર્વ વસ્તુ ઉપર શ્રદ્ધા હોય છે. સાંકડા મનવાળો કયાંય વિશ્વાસ સ્થાપી શકતો નથી.
૧૧. માણસેના હેતુ માટે ઉતાવળથી અભિપ્રાય બાંધતા નહિ, વખતે આપણે ભૂલ કરી બેસીએ.
૧૨. ઉદારતાને સ્વાર્થની પૃહા હોતી નથી. આપણે જે કંઈ આપીએ છીએ તેના કરતાં અધિક સારું પ્રાપ્ત કરીએ છીએ. ઉદાર માણસ સહાય કર્યા વગર રહી શકતો નથી.
૧૩. જે અંતઃકરણનો કર્તા છે તે જ માત્ર કોઈ પણ અંત:કરણની સાચી તપાસ કરી શકે છે.
૧૪. કોઈને હાથે કઈ મહત્કાર્ય સિદ્ધ થાય છે ત્યારે આપણે માત્ર તેનું કેટલેક અંશે માપ જ કરી શકીએ છીએ, પરંતુ તે સિદ્ધ કરવામાં પડેલે શ્રમ અને નડેલાં વિદ્ગોનું ખરું માપ આપણે જાણી શકતા નથી, માત્ર સહૃદય, તલસ્પર્શી જને જ ઠીક નિરીક્ષણ કરી શકે છે.
૧૫. આળસુ મગજ એ સેતાનનું કારખાનું છે. બીજા માણસોને સેતાન લલચાવે છે ત્યારે આળસુ માણસ સંતાનને લલચાવે છે, તેને અનેક ખોટા સંકલ્પવિક ઉદ્દભવ્યા કરે છે.
૧૬. બેદરકારી બહુ ભયંકર છે, જાગૃતપણે–સાવધાનપણે સ્વકર્તવ્ય કરનારને કશો ભય નથી.
૧૭. જે પુસ્તકે આપણને સૌથી વિશેષ પ્રેત્સાહન આપે છે અને કાંઈક મહાન કાર્ય કરવાને તથા કાંઈક મહત્તા મેળવવાને આપણને સાથી વિશેષ નિશ્ચયવાળા બનાવે છે તે જ