________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૯ ]
નિજ ગુણુની રક્ષા અને પુષ્ટિ થાય એવી નિપુણુ દયા, વિષયકષાયાદિ કર્મ –હતુઓના નિરાધ ( આત્મનિગ્રહ ) અને પુરાણા કમળને ગાળી નાંખે એવા સમર્થ બાહ્ય અભ્યંતર તપ એ જ સક્ષેપથી પવિત્ર ધર્મનું ખાસ લક્ષણ છે. શુદ્ધ ટિક રત્ન સમાન નિર્મળ નિષ્કષાય . આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે જ ઉપર કહેલા પવિત્ર ધર્મને સેવન કરવાનું કહ્યું છે, પરંતુ મુગ્ધ જના કલ્પિત સુખમાં મુંઝાઇ પ્રમાદવશ થઇ ધર્મસેવન કરતા નથી. ખાવનાચંદનને ખાળી તેની ભસ્મ શરીરે ચાળવા જેવું જીવાનુ દૃશ્ય સુખ છે.
જુએ કે મનુષ્યનું આયુષ્ય બહુ તા સેા વર્ષનું પરિમિત લેખાય, તેમાંનું અર્ધ રાત્રિમાં પસાર થાય-વ્યતીત થઈ જાય, બીજી અધ બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં ચાલ્યું જાય, બાકીનું વિવિધ વ્યાધિ અને વિયેાગાદિ દુ:ખવાળુ, પરસેવાદિવડે પૂરું કરાય છે. એ રીતે જળતરગ જેવા ચંચળ જીવિત વિષે પ્રાણીઓને ખરું સુખ કયાંથી હાય ? ફક્ત જે કાઇ સાવધાનપણે પવિત્ર ધર્મનું સેવન કરી લે છે તે જ ખરા વાસ્તવિક સુખને મેળવી શકે છે, અને તેમ કરીને જ સ્વમાનવભવાદિક દુર્લભ સામગ્રીને સફળ કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૮ ]