________________
[ ૧૧૮]
શ્રી કરવિજયજી આયુષ્ય પણ ખૂટ્ય-સમાપ્ત થયું નથી ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરુષે આત્મકલ્યાણ કરી લેવા મહાન્ પ્રયત્ન સેવ યુક્ત છે; કેમ કે પિતાનું ઘર બળવા લાગ્યા પછી કૂવે ખદવા ઉદ્યમ કરે તે શા કામને ? માટે જ્યાં સુધીમાં જરા આવી શિથિલ બનાવે નહિ, વ્યાધિ પીડે નહિ અને ઈદ્રિ ક્ષીણ થઈ જાય નહિ ત્યાં સુધીમાં જ સાવચેત થઈને ધર્મસાધન કરી લેવું યુક્ત છે. તેમ છતાં જે ઢીલ કરવામાં આવશે તો
જ્યારે કાળ ઓચિંતો આવી ગળું પકડશે ત્યારે મનના બધા ય મનોરથ મનમાં જ રહી જશે. પરભવ જતાં સહાયભૂત સંબળ ( ભાતું ) ફક્ત ધર્મ જ છે, એમ સમજી ધર્મસાધન કરી લેવામાં ઢીલ કે ગફલત કરવી જોઈએ નહિ.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૭ ]
વીતરાગકથિત ધર્મનું સેવન તું જલ્દી કરી લે.
આ દુનિયામાં દેખાતી સુખ-સંપદા જળમાં ઊઠતા તરંગના જેવી અસ્થિર છે. તે જોતજોતામાં હતી ન હતી થઈ જાય છે. યૌવન પણ પતંગિયા રંગની પેઠે જલદી જતું રહે છે–ટકી રહેતું નથી, આયુષ્ય શરઋતુના વાદળની જેમ ક્ષણમાં વિલય પામી જાય છે, તે પછી આ દેખાતી જડ વસ્તુની માયામાં નકામા શા માટે મુંઝાઈ રહેવું? એવી નકામી મોહમાયાને તજી જિનેશ્વર પ્રભુએ પ્રકાશેલા પવિત્ર ધર્મનું સેવન કરે. અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ જગતમાં પરમ ઉત્કૃષ્ટ મંગળરૂપ વર્તે છે. તેવા પવિત્ર ધર્મમાં જેનું મન સદા ય વર્તે છે તેને મહાન ઇદ્રાદિક દેવે પણ નમસ્કાર કરે છે.